In the remote tribal belts of South Gujarat—regions where even basic necessities remain out of reach—there are a handful of people who work with quiet determination to uplift their communities. Jan Kalyan Charitable Trust is one such organisation. With limited means but firm resolve, it has been striving to bring hope and opportunity to Adivasi families.
Yet, like many small grassroots organisations, it struggled with long-term planning, systematic processes, and a clear division of roles.
The Dr. K. R. Shroff Foundation began supporting Jan Kalyan Charitable Trust by strengthening its administrative capacity and providing financial backing to expand its work. Regular monthly performance reviews are now conducted. Responsibilities are clearly defined for each member. Every person understands how their work contributes to the larger purpose. Accountability has increased. Teamwork has deepened. Each member can measure, refine, and elevate their contributions.
The trust’s founder, Gautambhai Chaudhary, speaks with emotion:
“Today, we support the education of the poorest children in Dang. Our goal is to ensure children continue their schooling and are not withdrawn when families migrate for labour. We also provide interest-free loans to more than fifty families who otherwise leave their villages. We support them in cattle-rearing, vermicompost production, and organic farming so they can stay in their homes. Their monthly income has grown by seven to ten thousand rupees. With KRSF’s support, we have expanded across Dang and improved the lives of more than a hundred needy individuals.”
He adds:
“KRSF has taught us organisational systems and structure. They helped us understand not only the work we do today but the long-term purpose behind it. Now we think of the future and take up initiatives that will serve society for many years.”
From establishing financial systems to strengthening institutional foundations, KRSF’s partnership has turned Jan Kalyan Charitable Trust into a more resilient, forward-looking organisation.
KRSF has helped advance the trust’s mission of building stronger communities. The happiness and blessings that come through this work belong to all.
May Jan Kalyan Charitable Trust continue carrying light into the lives of many more.
આદિવાસી સમુદાય સાથે કામ કરવાનો લ્હાવો
દક્ષિણ ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં, જ્યાં જીવનની મૂળભૂત જરૂરિયાતો મેળવવી પણ સંઘર્ષમય છે, ત્યાં કેટલાક લોકો ધૂણી ધખાવી એ વિસ્તારની કાયાપલટ માટે મથી રહ્યા છે. જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ પણ એવી જ એક સંસ્થા. જે આ વિસ્તારના આદિવાસી ભાઈ-બહેનોના જીવનમાં નવી આશાનું કિરણ લાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે. ભલે તેમની પાસે સાધનો મર્યાદિત હોય. પણ, તેમનો સંકલ્પ અડગ છે. પરંતુ ઘણીવાર, આવા નાના પાયા પર કામ કરતી સંસ્થાઓને લાંબા ગાળાની યોજનાઓ બનાવવામાં અને ટીમના સભ્યો વચ્ચે કામની સ્પષ્ટ વહેંચણી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.
ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન (KRSF) એ જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટને વહીવટી કુશળતા કેળવવામાં તેમજ કામનો આગળ ધપાવવા આર્થિક સહયોગ કરવાનું શરૃ કર્યું.
ટ્રસ્ટમાં હવે, દર મહિને કામનું મૂલ્યાંકન થાય છે, દરેક વ્યક્તિની જવાબદારી નક્કી કરવામાં આવી છે. આના પરિણામે, ટીમ વધુ સારી રીતે સમજી શકે છે કે તેમનું વ્યક્તિગત કાર્ય સંસ્થાના મોટા ઉદ્દેશ્યો સાથે કેવી રીતે જોડાયેલું છે. આ વ્યવસ્થાથી ટીમમાં કામ કરવાની ભાવના વધી છે, અને દરેક વ્યક્તિ પોતાની પ્રગતિને માપી શકે છે, અને જરૂર પડે તો પોતાના કામમાં સુધારો પણ કરી શકે છે.
ટ્રસ્ટના સ્થાપક ગૌતમભાઈ ચૌધરી ભાવુક થઈને કહે છે, “અમે આજે ડાંગ જિલ્લાના સૌથી વધુ ગરીબ બાળકોના શિક્ષણમાં મદદ કરી રહ્યા છીએ. અમારો મુખ્ય હેતુ આ બાળકો વધુ સારું ભણે અને જે પરિવારો કામ મેળવવા શહેરોમાં સ્થળાંતર કરે છે તેમના બાળકો શાળા છોડી તેમની સાથે ન જાય તે. આઉપરાંત, અમે પચાસથી વધુ એવા પરિવારોને વગર વ્યાજે લોન આપીએ છીએ જેઓ કામ શોધવા માટે પોતાનું ઘર છોડીને જતા રહે છે. અમે તેમને ગાય-ભેંસ પાળવા, વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવવા અને ઓર્ગેનિક ખેતી કરવા જેવી પ્રવૃત્તિઓ માટે પૈસાની મદદ કરીએ છીએ, જેથી તેમને પોતાનું ગામ છોડીને ક્યાંયજવું ન પડે. આ પ્રયત્નોથી તે પરિવારોની માસિક આવકમાં સાતથી દસ હજાર રૂપિયાનો વધારો થયો છે. અમે KRSF ની મદદથી અમારુ કાર્ય ડાંગના ઘણા વિસ્તારોમાં ફેલાવી શક્યા છીએ અને ૧૦૦ થી વધુ જરૂરિયાતમંદ લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શક્યા છીએ.”
તેઓ ઉમેરે છે, “KRSF એ માત્ર કામ કરવાની પદ્ધતિ જ નથી શીખવાડી, પરંતુ અમારા કામનો દૂરગામી હેતુ શું હોવો જોઈએ તે પણ સમજાવ્યું છે. હવે અમે વર્તમાનની સાથે ભવિષ્યનું પણ વિચારી શકીએ છીએ અને એવા કાર્યો કરીએ છીએ જે લાંબા સમય સુધી સમાજને ઉપયોગી થાય.”
કામના હિસાબની વ્યવસ્થા ઊભી કરવાથી લઈને સંસ્થાના વહીવટી માળખાને મજબૂત કરવા સુધી, કે.આર.એસ.એફ. (KRSF)ની ભાગીદારીએ જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટને એક વધુ મજબૂત અને ભવિષ્ય માટે તૈયાર સંસ્થામાં પરિવર્તિત કરી દીધી છે.
જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટને અમે એક મજબૂત સમાજ નિર્માણ માટેની તેમની ભાવનાને આગળ ધપાવવા ટેકો કર્યો છે. આમ પણ અમે માનીએ છીએ કે, આપણને મળેલું સુખ આપણા એકલાનું નથી એ સૌનું. ટ્રસ્ટ અનેકોના જીવનમાં પ્રકાશ પાથરે તેવી શુભભાવના.
No comments:
Post a Comment