Saturday, 8 November 2025

The ₹10,000 Bicycle That Doubled a Man’s World

Suresh bhai of Bhatvar village carried a small bag filled with cutlery worth fifteen hundred to two thousand rupees and set out each morning. He left home at seven. Whatever vehicle headed toward the village he intended to visit, he boarded it. Once there, he walked the entire day, going from house to house selling boriya–bakal items. On foot, a full day allowed him to cover only one village. If he managed to earn three hundred rupees by evening, he considered the day successful.

He knew a bicycle would change everything. With a cycle, he could cover two villages. With increased stock, he could raise his income. But he had no capital. What many spend casually—five to seven thousand rupees—was a sum he could not accumulate despite long days of hard labour.

Vav taluka of Banaskantha is severe in the summer. Walking long distances under that sun demands endurance most cannot imagine.

The Bajaniya community, to which he belongs, has long-standing trust in us. Field worker Bhagwanbhai understood the reality of his situation. Through VSSM, KRSF extended a loan of ten thousand rupees. He bought a bicycle and replenished his stock. The expression on his face when he loaded his goods onto the bicycle and set out for the first time reflected the magnitude of this shift.

A simple bicycle—₹10,000—reshaped the economics of his life.

Now he covers two villages a day. He repaid the initial loan in full. He has requested a second loan of thirty thousand rupees to buy a used motorbike and expand his business further. KRSF, working with VSSM, has enabled this next step as well.

His goals are straightforward: to build a permanent house and to grow his business. His progress holds clarity. His advancement strengthens the communities we serve.


“As long as you keep asking, ‘What should I do now?’ your life remains in someone else’s hands. A self-reliant person learns responsibility before searching for answers.”

એક થેલામાં હજાર પંદરસોની કટલરી લઈને હું વેચતો. ઘરેથી સાત વાગે નીકળુને પછી નક્કી કરેલા ગામનું વાહન મળે ત્યારે એ ગામમાં પહોંચુ. એ ગામમાં પગપાળા વાળના બદલામાં બોરિયા બકલ વેચવાનું કરતો. એક દિવસમાં એક ગામમાં ફરી શકાય. સાંજ પડતા બસો ત્રણસો મળી જાય એટલે જાણે બસ થઈ ગયું. સાયકલ ખરીદી શકુ તો બે ગામ ફરી શકાય. પણ એ લેવા પૈસા નહોતા. ધંધામાં સામાન વધારવાનુંયે મન થતું પણ……

ભાટવરગામના સુરેશભાઈએ ભારે હૈયા આ વાત કરી.

સાયકલ જેની કિંમત પાંચ-સાત હજારથી વધારે નહીં હોય પણ એનાથી એક વ્યક્તિની જિંદગી બદલાઈ જાય. એમની રોજીમાં સીધો ફરક પડી જાય. પણ એ ખરીદવા જેટલી મૂડી સુરેશભાઈ પાસે નહીં. આપણામાંના કેટલાય એક ચપટીમાં પાંચ સાત હજાર ખર્ચી નાખતા હશે જ્યારે બીજી બાજુ સુરેશભાઈ પાંચ હજાર ભેગા કરવા કેવી આકરી મહેનત કરે?

આમ તો બનાસકાંઠાનો વાવ તાલુકો ઉનાળામાં ઘણો આકરો લાગે. આવા આકરા તાપમાં પગપાળા ફરવું કલ્પના પણ ન થાય.

સુરેશભાઈ જે સમાજમાંથી આવે. એ બધા અમારા ખુબ પ્રિય. બજાણિયા સમુદાયનું અમારા પર હેત પણ નોખુ. અમારા કાર્યકર 

ભગવાનભાઈને એમની સ્થિતિનો ખ્યાલ આવ્યો ને અમે સુરેશભાઈને દસ હજારની લોન આપી. એમાંથી એ સાયકલ લાવ્યા ને ધંધા માટે થોડો સામાન. સાયકલ પર સામાન ગોઠવી એ પહેલીવાર વેચવા ગયા ત્યારે એમના હરખનો પાર નહોતો.

હવે સાયકલ પર એ બે ગામ ફરી શકે છે. દસ હજારની લોન એમણે પૂરી કરીને હવે બીજી ત્રીસ હજારની લોન એમણે માંગી છે જેથી જુનામાં બાઈક ખરીદી શકાય. ને ધંધો થોડો વધારે કરી શકાય. પાંખો આપવાનું કાર્ય KRSF એ VSSM સાથે મળીને કર્યું.

સુરેશભાઈનું સ્વપ્ન પોતાનું પાક્કુ ઘર કરવાનું અને ધંધો વધારવાનું. આ બેય કાર્યમાં અમે સાથે રહીશું. મૂળે તો અમારા પરિવારો છે. ને એમની પ્રગતિ – તરક્કી થાય તો અમે પણ રાજી.

જ્યાં સુધી તમે પૂછતા રહેશો "હવે શું કરું?"

ત્યાં સુધી તમારું જીવન બીજાના હાથમાં રહેશે.

સ્વાવલંબન વ્યક્તિએ આનો જવાબ મેળવવા પહેલા જવાબદારી લેતા શીખવી પડે...


No comments:

Post a Comment