![]() |
| Suresh with the institute teacher |
Suresh was going to study in the primary school of the village. There was lack of teachers in this school. Dr. K.R. Sroff Foundation filled in those vacancies. Suresh's condition came to the notice of the institute teacher. He feared that Suresh would drop out of the school. Finally, he talked to the workers of the organization to do something concrete in this matter and together they explained the situation to Suresh's mother. Government conducts NMNS exam to meet the cost of education. If a student clears this exam, he gets scholarship of 1000 per month till 12th standard. The teachers of the institute helped Suresh to pass the exam and he cleared it. Getting 1000 rupees monthly strengthened Suresh’s willpower.
![]() |
| Suresh participated in school activities |
But Suresh's desire was to go into medical faculty.
Finally, the workers of the organization had to come back in the picture. They convinced Suresh's family and brought him to Ahmedabad to prepare for NEET. He was admitted in the coaching class. Suresh cleared the NEET exam with good marks and got admission in Government Medical College of Himmatnagar.
After getting admission in medical college, the amount required for his food and other expenses which
his mother could not provide is 3000 per month. The organization bears that expense to support him.
Suresh never thought that his dream would come true. Besides, those persons helped him who had no
obligation and responsibility to Suresh. He feels very happy and obligated for this help. He promises he
will fulfill his social obligations after completing studies. He has reaped these rich cultural values through the organization that helped him.
We wish Suresh a lot of success...
KRSF ફાઉન્ડેશનના સહયોગથી એક છોકરાનું મેડિકલ કરવાનું સપનું થયું સાકાર
સુરેશ છઠ્ઠા ધોરણમાં ભણતો હતો જ્યારે એના પિતા ગુજરી ગયા. માતા પિતાના બે સંતાનોમાં એ મોટો. પરિવારની આર્થિક સ્થિતિ નબળી. ખેતમજૂરી કે જે મળે તે છુટક મજૂરી કરીને પરિવાર પેટિયું રળે. સુરેશ ભણવામાં ખુબ હોંશિયાર. પણ પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી મા એને એકલા હાથે મોટો કરી શકશે કે કેમ તે અંગે શંકાઓ પણ થઈ. ક્યાંક તો ભણવાનું છોડાવી એ પણ માની મદદમાં ઘર ચલાવવામાં લાગી જાય એવી વાતો પણ થઈ.
![]() |
| Suresh with other students |
સંસ્થાના કાર્યકરોની સતત હૂંફથી સુરેશ ધો. 12 સુધી પહોંચ્યો. એની ઈચ્છા ડોક્ટર થવાની. બારમાં ધોરણમાં ટકા પણ સરસ આવ્યા. સુરેશની મા અને અન્ય પરિવારજનોએ એને સ્નાતક થઈ સરકારી નોકરી મેળવવા જે ભણવું પડે તે ભણવા કહ્યું. પણ સુરેશનું મન મેડીકલમાં જવાનું.
આખરે સંસ્થાના કાર્યકરો ફરી મેદાને આવ્યા. એમણે સુરેશના પરિવારને સમજાવ્યો અને નીટની તૈયારી માટે એને અમદાવાદ લઈ આવ્યા. કોચીંગ ક્લાસમાં એને દાખલ કરાવ્યો.
નીટની પરીક્ષા સુરેશે સારા માર્કસ સાથે પાસ કરી એને સરકારી મેડીકલ કોલેજ - હિંમતનગરમાં પ્રવેશ મળ્યો.
મેડીકલ કોલેજમાં પ્રવેશ મળ્યા પછી એના ભોજન તેમજ અન્ય ખર્ચ માટે જરૃરી રકમ જે તેની માતા આપી શકે નહીં એ રકમ માસીક 3000 જેટલી થાય. જે સંસ્થા આપે. જેથી સુરેશને ટેકો રહે.
સુરેશે ક્યારેય વિચાર્યું નહોતું કે એનું આ સ્વપ્ન સાકાર થશે. વળી એવા વ્યક્તિઓએ એને મદદ કરી જેમની કોઈ ફરજ સુરેશ માટે નહોતી. એ આ વાતથી ઘણો રાજી. પોતે પણ ભણીને સમાજઉપયોગી કાર્યોમાં પોતાનાથી થતું કરશે. આ સંસ્કાર એના ઘડતરમાં મદદ કરનાર સંસ્થા થકી એનામાં આવ્યા...
સુરેશ ખુબ સફળ થાય તેવી શુભભાવના...



No comments:
Post a Comment