![]() |
| Mona preparing for Government exam |
When her father had an accident years ago, he lost his ears and suffered severe leg problems. He cannot even walk. As long as Mona's mother was alive, she and old grandmother used to do whatever they could to provide for the house. One hope was to see Mona grow up and pull down the mountain of
misery and despair. But her mother died before that materialized.
Mona’s relatives in the village used to help her. But they also did not have much to support. KRSF came to know about Mona's condition and started giving her food ration kit as a scholarship.
![]() |
| Shri Pratulbhai came to meet Mona |
precarious condition reached Pratulbhai, the founder of our KRSF. He went to Godhaagaam of Meghraj in Sabarkantha to meet Mona. Mona and Pratulbhai shared many stories. He inquired about why she hopes for government job only. She replied she wanted to be financially independent. Then Pratulbhai suggested to work hard and study engineering. He also assured Mona to send her to study abroad if she becomes a software engineer. Mona was overwhelmed with courage from Pratulbhai's words.
Grandmother’s joy knew no bounds. Father could not hear but when Mona made him understand that
Pratulbhai would help her in her further studies, his eye filled with joyful tears.
Pratulbhai decided to help with Mona's father's medical treatment as well.
Let us pray to God that Mona's dream will come true.. But it is absolutely true that God sends the right
person in life at the right time..
We rejoice that KRSF workers reach out to such families.. Best wishes to Mona for her bright future...
એક ઘટના, મોટો નિર્ણય લેવાનો કારણ: સરકારી નોકરી મેળવવાનું સપનું જોતી છોકરી..
મોના મજાની દીકરી. ધો. 12માં ભણે. ઈચ્છા સરકારી નોકરી મેળવી પગભર થવાની ને હોસ્પીટલમાં આવતા દીન દુખિયાને મદદ કરવાની.
મોનાને આવું સ્વપ્ન કેમ? એવું પુછતા ખ્યાલ આવ્યો કે મોનાની મમ્મીની સારવાર આર્થિક મુશ્કેલીના કારણે સમયસર ન થઈ ને મોનાની મમ્મી એને મુકીને આ દુનિયા છોડી ગઈ. મોના હજુ નાનકડી પણ એના માથે દાદી અને પિતાની જવાબદારી આવી પડી.
![]() |
| Foundation teacher in a talk with Mona |
આવી મોનાને ગામના એમના સગાવહાલા મદદ કરે. પણ સગાવહાલાય એવા કાંઈ સદ્ધર નહીં. KRSF ને મોનાની વિગતોનો ખ્યાલ આવ્યો ને અમે એને સ્કોરશીપ પેટે રાશન આપવાની શરૃઆત કરી.
મોના ભણવામાં બહુ હોંશિયાર. દસમાં ધોરણમાં સારા માર્કસ સાથે એ પાસ થયેલી. એની સ્થિતિની વાત અમારા KRSF ના ફાઉન્ડર પ્રતુલભાઈ પાસે પહોંચી ને પ્રતુલભાઈ મોનાને મળવા ખાસ એના ગામ સાબરકાંઠાના મેઘરજના ગોઢાગામ ગયા. મોના અને પ્રતુલભાઈની ઘણી વાતો થઈ..
સરકારી નોકરી જ કેમ? ના જવાબમાં મોનાએ આર્થિક રીતે પગભર થવા કહ્યું. ત્યારે પ્રતુલભાઈએ એને મહેનત કરીને એન્જીનીયરીંગમાં જવા કહ્યું. સોફ્ટવેર એન્જીનીયર થઈ શકે તો વિદેશ ભણવા મોકલવાની પણ એમણે મોના સાથે વાત કરી.
પ્રતુલભાઈની વાતે મોનામાં હિંમત ભરી. દાદી તો રાજીના રેડ ને પિતા સાંભળી નહોતા શકતા પણ મોનાએ એમને જ્યારે પ્રતુલભાઈ ભણવામાં આગળ મદદ કરશેનું કહ્યું ત્યારે આંખોમાંથી હર્ષાશ્રુ આવ્યા.
મોનાના પિતાની સારવારમાં પણ મદદ કરવાનું પ્રતુલભાઈએ નક્કી કર્યું..
મોનાનું સ્વપ્ન પૂર્ણ થાય એવી પ્રભુ પ્રાર્થના.. પણ ઈશ્વર યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને જીવનમાં મોકલી આપે એ વાત તદન સાચી..
KRSF ના કાર્યકરો પણ આવા પરિવારો સુધી પહોંચે છે એનો રાજીપો.. મોનાને એના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા...



No comments:
Post a Comment