Friday, 11 October 2024

Ensuring Every Child's Right to Education Despite Life's Challenges

 "Even if we work hard and sweat, we can barely afford two meals a day. If we miss even a day of work, our family goes hungry."

In addition to supporting children's education, we also assist underprivileged families. We encounter many working families who are in similar situations. And most of them repeat the same story. We witness the children's future being destroyed in the face of life's challenges. Parents are well aware of all this but they are helpless against hunger.

I recently visited Shri Asai Primary School in Wadaali, Sabarkantha, and met Hitenbhai, who works as a supplementary teacher for KRSF. He mentioned Sharmishta, a fourth-standard student who had been missing school because her parents were working and she had to take care of her younger sibling at home.

Hitenbhai, along with school teachers Bhaveshbhai and Sangitaben, went to Sharmishtha's house and explained to the parents that Sharmishtha would also face a similar situation like them if their daughter did not study.

No parent wants harm to a child. They started taking the little child to work with them and Sharmishtha resumed going to school.

We feel very happy that our Hitenbhai solved the whole matter with sensitivity...

Seeing such cases, our purpose that no child should be deprived of education seems to be materializing and coming true...

 

પરસેવો પાડીએ ત્યારે માંડ બે ટંકનું ભેગું થાય. મજૂરીયે એક દાડો જઈએ તો ઘરની હાલત ખરાબ થઈ જાય...

અમે બાળકોના શિક્ષણની સાથે સાથે વંચિતોના કાર્યોમાં પણ મદદરૃપ થઈએ એટલે અનેક શ્રમજીવી પરિવારોને મળવાનું થાય ને મોટાભાગના વાત અચૂક કરે.. તેમની જીવવાની પળોજણમાં બાળકોનું ભવિષ્ય બગડતું પણ અમે જોઈએ. બધુ મા-બાપ જાણે પણ  ભૂખ સામે એમની લાચારી.

હમણાં સાબરકાંઠાના વડાલીની શ્રી અસાઈ પ્રાથમિક શાળામાં જવાનું થયું. ત્યાં KRSF ના હિતેનભાઈ પૂરક શિક્ષક તરીકે કામ કરે. એમણે ચોથા ધોરણમાં ભણતી શર્મિષ્ઠાની વાત કરી. મા-બાપને કામ ધંધા માટે જવું પડે ને ઘરમાં નાના બાળકને સાચવવાનું નાનકડી શર્મિષ્ઠા કરે. જવાબદારીના કારણે એની નિશાળ છુટવા માંડી

શાળાના શિક્ષક ભાવેશભાઈ અને સંગીતાબેન સાથે મળી હિતેનભાઈ શર્મિષ્ઠાના ઘરે ગયા ને મા-બાપને દિકરી નહીં ભણે તો એમના જેવી સ્થિતિ કયાંક મોટા થઈને શર્મિષ્ઠાની પણ થશેનું સમજાવ્યું

કોઈ પણ માતા પિતા બાળકનું અહિત ઈચ્છે. એમણે નાના બાળકને સાથે લઈ જવાનું શરૃ કર્યું ને  શર્મિષ્ઠાએ નિશાળમાં જવાનું..

અમારા હિતેનભાઈએ સંવેદનાથી આખી વાતને ઉકેલી એનો રાજીપો...
આવા કિસ્સા જોઈને એક પણ બાળક શિક્ષકથી વંચિત રહે એવી અમારી નેમ સાર્થક થઈ રહ્યાનું લાગે...

 

No comments:

Post a Comment