Friday, 11 October 2024

Fulfilling Dreams Together: KRSF's Annual Convention Highlights

 'Through you, we are fulfilling the dreams we have set. My wealth is being used in an orderly manner for a good cause. Thank you all for joining us...'

At our annual convention, Pratulbhai Shroff addressed over 1000 members of KRSF. Udaybhai, the president of the organization, also discussed the Anganwadi worker who teaches children in a tribal village near Udaipur. He highlighted her dedication to her work, emphasizing that she diligently teaches the children every day without supervision. He encouraged the team by sharing how she prepares herself daily to teach new things to the children. 
All members of KRSF gathered at Himmatnagar in Sabarkantha. KRSF works to educate 82,000 children in over 1200 villages across 17 districts. Although not all team members working with children meet regularly, everyone comes together at the convention to discuss passionately with each other what they are doing. Also, everyone comes to understand the wide and varied scope of the organization.
At the convention, there were dedicated workers of the organization associated with KRSF for the last ten years. 50 workers who are devoted to the organization were honored. While receiving the honor, everyone was beaming with pride to be a part of an organization that works with a noble cause.
Some of the teachers and the team leader from the attending team shared their experiences of how their lives changed after joining KRSF. Pratulbhai is a successful businessman. He made resolutions and set goals in business. Similarly, in KRSF, he set goals with the team, the most important of which was to be instrumental in the welfare of 500,000 children in the next five years.
Sanjaybhai, who works as a team leader, said that after joining KRSF, his honor in the village and society has increased. He had experienced unemployment for a long time. But life has changed after the organization took hold. As the organization sets goals, Sanjaybhai also set some goals in his personal life, out of which he happily said that the goal of owning a house has been completed.
The convention lasted the entire day. Participants engaged in extensive discussions and shared their experiences. They also played various games to enhance teamwork. Finally, after playing Garba, everyone bid farewell with a promise to meet again in a year.
A single person, Pratulbhai, had a dream and found a strong partner in Udaybhai, along with a whole team to help fulfill that dream. Thirteen years ago, they planted a small plant called KRSF, which has now grown into a banyan tree, bringing welfare to millions of lives.
God showers wealth on many, but if everyone learns to use it for a noble cause in this way, many sufferings in the world can be reduced to a great extent, if not completely eliminated.
Praying that God makes everyone instrumental in everyone's enlightenment.

'તમારા થકી અમે નક્કી કરેલા સ્વપ્નો પૂર્ણ કરી રહ્યા છીએ. મારી સંપત્તિ નો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે. તમે સૌ અમારી સાથે આવ્યા એ માટે તમારા સૌનો આભારી છું...'

અમારા પ્રતુલભાઈ શ્રોફે અમારા વાર્ષિક સંમેલનમાં ઉપસ્થિતિ KRSF ના 1000 થી વધારે સાથીઓને સંબોધતા આ કહ્યું. સંસ્થાના પ્રમુખ ઉદયભાઈએ પણ આપણે કેવી નિસબત કેળવવી જોઈએ તેની વાત કરતા ઉદયપુર પાસેના એક આદિવાસી ગામમાં બાળકોને ભણાવતી આંગણવાડી કાર્યકરની વાત કરી. એના કાર્યને દરરોજ કોઈ જોતુ નહોતું પણ એ એનું કર્મ એ પણ નિષ્ઠા સાથે કરી રહી હતી ને બાળકોને નવું નવું શીખવવા પોતે રોજ સજ્જ થતી હતી તેની વાત કરી ટીમને ઉત્સાહીત કરી..

સાબરકાંઠાના હિંમતનગરમાં  KRSFના તમામ સાથીઓ ભેગા થયા.  KRSF 17 જિલ્લાના 1200 થી વધારે ગામોમાં 82,000 બાળકોના શિક્ષણ અર્થે કાર્ય કરે. બાળકો સાથે પ્રવૃત તમામ ટીમના સભ્યોનું નિયમીત મળવાનું ન થાય. પણ સંમેલનમાં સૌ મળે ને એકબીજા સાથે પોતે શું કરી રહ્યા છે તેની ચર્ચા કરે. વળી સંસ્થાનો વ્યાપ કેટલો એ પણ સૌને ખ્યાલ આવે.

સંમેલનમાં  KRSF સાથે પાછલા દસ વર્ષથી સંકળાયેલા સંસ્થાના સંનિષ્ઠ કાર્યકરો આમ તો સંસ્થાને વરેલા 50 કાર્યકરોનું સન્માન થયું. સન્માન લેતી વખતે સૌના મોંઢા પર પોતે એક શુભ આશય સાથે કાર્ય કરનારી સંસ્થાનો હિસ્સો બન્યાનું ગૌરવ ઝળકતુ હતું.

ઉપસ્થિતિ ટીમમાંથી કેટલાક શિક્ષકો, ટીમલીડરે  KRSFમાં જોડાયા પછી પોતાના જીવનમાં શું ફેર પડ્યો તે અનુભવો કહ્યા.
પ્રતુલભાઈ વ્યવસાયીક રીતે સફળ ઉદ્યોગપતિ. વ્યવસાયમાં એમણે જે રીતે સંકલ્પો કર્યા, લક્ષ નિર્ધારીત કર્યા એ રીતે  KRSFમાં પણ એમણે ટીમ સાથે રાખીને લક્ષ નક્કી કર્યા. જેમાંનું સૌથી અગત્યનું આવનારા પાંચ વર્ષમાં 5 લાખ બાળકોના શુભમાં નિમિત્ત બનવાનું નક્કી કર્યું.

ટીમ લીડર તરીકે કામ કરતા સંજયભાઈએ કહ્યું,  KRSFમાં જોડાયા પછી ગામમાં, સમાજમાં એમનું માન વધ્યું છે. બેકારીનો અનુભવ એમણે લાંબા સમય સુધી કર્યો. પણ સંસ્થાએ હાથ પકડયા પછી જીવન જ બદલાઈ ગયું. સંસ્થા જેમ ગોલ સેટ કરે એમ સંજયભાઈએ વ્યક્તિગત જીવનમાં પણ કેટલાક લક્ષ નક્કી કરેલા જેમાંના ઘરનું લક્ષ પુરુ થયાનું એમણે હર્ષભેર કહ્યું.

સંમેલન આખો દિવસ ચાલ્યું. સૌએ ખુબ વાતો કરી અનુભવો શેર કર્યા. ટીમવર્ક મજબૂત થાય એ માટેની વિવિધ રમતો રમી ને છેલ્લે ગરબા રમી વર્ષ પછી ફરી મળીશુંના વાયદા સાથે સૌ છુટા પડ્યા...

એક વ્યક્તિએ એટલે કે પ્રતુલભાઈએ એક સ્વપ્ન સેવ્યું ને એ સ્વપ્ન પૂર્ણ કરવા ઉદયભાઈ જેવા મજબૂત સાથી ને પછી તો આખી ટીમ મળી. તેર વર્ષ પહેલાં  KRSF રૃપી નાનકડો છોડ વાવ્યો જે આજે વટવૃક્ષ બન્યો ને એના થકી લાખો જીવોનું કલ્યાણ થઈ રહ્યું છે..
સંપત્તી ઈશ્વર ઘણાને આપે પણ આ રીતે સદઉપયોગ કરવાનું પણ સૌ શીખી જાય તો દુનિયાના ઘણા દુઃખો દૂર નહીં તો ઓછા ચોક્કસ કરી શકાય...
કુદરત સૌને સૌના શુભમાં નિમિત્ત બનાવે તેવી પ્રાર્થના...

No comments:

Post a Comment