Thursday, 10 October 2024

Unique birthday celebration in Isri school.

Shri Pratulbhai's visit to Isri school
Birthday... a special day in everyone's life.
Loved ones strive to make this day special in various ways. Previously, birthday celebrations were more popular in the cities only but now a days people in the villages too celebrate their birthdays in an unique way. 
It happened that we went to primary school in Isrigam in Aravalli district before vacation. They have unique way to celebrate a birthday. Usually, everywhere else, the child celebrating a birthday brings chocolates to distribute among his classmates, and in return, all the classmates wish the child a happy birthday.
But here, the school teachers and our supplementary teacher placed in this school by our KRSF, came up with the idea of making the children celebrate their birthdays in a unique way, other than chocolates, cakes. The idea of providing nutritious food like beans to the children instead of chocolate, even if they bring in handful of it, and hand it over to the sisters who prepare school lunch, put them in front of the children in prayer and the children welcomed this idea.
Shri Pratulbhai with a teacher of KRSF
Then the practice of grain-donation began. Donation process would be conducted during Prarthana (Prayer). All the children in the school would wish the child by singing a beautiful birthday song. 
The parents of the children came to know about this new experiment. Parents were very happy. They responded by sending pulses/beans in quantities of a Kg or two instead of handfuls. Due to this, the children started getting protein-rich khichdi, pulao etc.
Pratulbhai Shroff, founder of KRSF, while visiting the Isri school, came to know about this unique process. Of course, the staff of KRSF also contributed food grains in this charity program of the organization on the occasion of the visit of Prutalbhai and the team. Pratulbhai was very satisfied with such alert foresight of the school...
It is desirable that an experiment like Isri school may be conducted in every school.
Shri Pratulbhai contributed food after knowing
their creative and healthy initiative
 
ઇસરી શાળામાં KRSF દ્વારા નિમણૂક થયેલ શિક્ષકોએ બાળકના જન્મદિવસની ઉજવણી માટે શરૂ કરી સંપૂર્ણ અનોખી, સર્જનાત્મક અને તંદુરસ્ત પહેલ. 
જન્મદિવસ દરેક માટે ખાસ.
વિવિધ રીતે આ દિવસને ખાસ બનાવવા પ્રિયજનો મથે. શહેરમાં જન્મદિવસની ઊજવણીનું ચલણ વધારે હતું પણ હવે ગામોમાં પણ અનોખી રીતે લોકો પોતાના જન્મદિવસ ઊજવે.. 
વેકેશન પહેલા અમે અરવલ્લી જિલ્લાના ઈસરીગામની પ્રાથમિકશાળામાં ગયા. ત્યાં એક નોખી રીતે જન્મદિવસ ઊજવાય. સામાન્ય રીતે જે બાળકનો જન્મ દિવસ હોય એ બાળક પોતાના વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ચોકલેટ લાવે ને એની વહેંચણી કરે ને વર્ગખંડમાં બાળકને જન્મદિવસની શુભેચ્છા બધા બાળકો આપે.
ચોકલેટ, કેક કરતા બાળકો કાંઈક નોખી રીતે જન્મદિવસ ઊજવે તેવો વિચાર શાળાના શિક્ષકો અને અમારા KRSF દ્વારા આ શાળામાં મુકાયલા અમારા પુરક શિક્ષકોને આવ્યો. બાળકોને ચોકલેટની જગ્યાએ પોષણયુક્ત આહાર એટલે કે કઠોળ ભલે મુઠ્ઠી લાવે તો મુઠ્ઠી પણ એ લઈને શાળાના મધ્યાભોજન બનાવતા બહેનોને મધ્યાનભોજન બનાવવા આપવાનો વિચાર પ્રાર્થનામાં બાળકો સામે મુકવામાં આવ્યો ને બાળકોએ આ વિચાર વધાવ્યો. 
Shri Pratulbhai encouraging students for study
એ પછી શરૃ થયું ધાનદાન. ધાનદાનની પ્રક્રિયા પાર્થનામાં કરવામાં આવે. શાળાના તમામ બાળકો એ બાળકને જન્મદિવસની શુભેચ્છા સુંદર ગીત ગાઈને આપે. 
બાળકોના વાલીઓને આ નવતર પ્રયોગની ખબર પડી. વાલીઓ તો રાજી રાજી. તેઓ મુઠ્ઠી નહીં પણ કીલો બે કીલોની માત્રામાં કઠોળ મોકલતા થયા ને એનાથી બાળકોને પ્રોટીનથી ભરપુર ખીચડી, પુલાવ વગેરે મળવા માંડ્યા.
KRSF ના સ્થાપક પ્રતુલભાઈ શ્રોફ ઈસરી શાળાની મુલાકાતે ગયા. ત્યારે આ આખી પ્રક્રિયા વિષે એમણે જાણ્યું. અલબત KRSF ના સ્ટાફે પણ પ્રુતલભાઈ અને ટીમની વિઝીટ નિમીત્તે સંસ્થાના આ ધાનદાન કાર્યક્રમમાં અનાજ આપ્યું. શાળાની આવી સજાગતાથી પ્રતુલભાઈ પણ રાજી થયા...
ઈસરી જેવો પ્રયોગ દરેક શાળામાં થાય તે ઇચ્છનીય.

No comments:

Post a Comment