Friday, 11 October 2024

Embracing the Spirit of Yajna: Dr. K.R. Shroff Foundation's Commitment to Service

Yajna holds immense significance in our religion. Gandhiji eloquently defined, "Yajna is any deed performed selflessly, without expecting anything in return in this world or the next. Yajna is karma that brings well-being to more beings in various aspects. Witnessing such actions inspires others to carry out similar deeds, thereby serving more people and beings. I believe that this type of karma is a profound and noble yajna."

This definition of yajna resonated with us. The Dr. K.R. Shroff Foundation conducts numerous service activities on its own. However, in many of these activities, just like Suchishravaa, everyone holds NAADAACHHADI and participates in the process of offering a coconut to the fire. This is one kind of process to perform the Yajna. Meaning everyone participates in performing a noble act. 

Sadvichar Parivar is a well-known institute in Ahmedabad. It was decided to construct a building so that various health-related facilities and various social activities could be organized by the institute.

The Dr. K. R. Shroff Foundation participated in the construction of this building. The Dr. K. R. Shroff Sewasadan will be launched and dedicated to the public on 12th October 2024, which is Vijayadashami day. An invitation is being sent to share the message of being instrumental in the welfare of thousands and millions of beings. 

We wish KALYAAN to be bestowed on all...

 


યજ્ઞનું આપણા ધર્મમાં ઘણું મહત્વ. ગાંધીજીએ યજ્ઞની બૃહદ વ્યાખ્યા આપતા કહેલું, 'યજ્ઞ એટલે આ લોકમાં કે પરલોકમાં કંઈ પણ બદલો ઈચ્છ્યા વગર પરાર્થે કરેલું કોઈ પણ કર્મ. જે કર્મ થકી વધારે જીવોનું વધારે ક્ષેત્રમાં કલ્યાણ થાય. વળી એવું કર્મ જેને જોઈને એવું જ કાર્ય વધારે મનુષ્ય સહેલાઈથી કરી શકે ને એનાથી વધારે લોકો કે જીવોની સેવા થાય. આ કર્મને હું મહાયજ્ઞ અથવા સારામાં સારો યજ્ઞ માનુ'

યજ્ઞની આ વ્યાખ્યા અમારા મનમાં બરાબર બેસી ગઈ..

ડો. કે.આર.શ્રોફ ફાઉન્ડેશન ઘણી સેવા પ્રવૃત્તિ સીધી કરે તો ઘણામાં કોઈએ હવનમાં પકડેલા સુચિસર્વાની જેમ સૌ નાડાછડી પકડે અને નાળિયેર હોમવાની પ્રક્રિયામાં સહભાગી બને એમ સહભાગી બનીયે..

સદવિચાર પરિવાર અમદાવાદની જાણીતી સંસ્થા. સંસ્થા દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓ તેમજ વિવિધ સામાજિક પ્રવૃતિઓ થઈ શકે એ માટે એક સદનનું નિર્માણ કરવાનું નક્કી થયું.

ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન આ સદનના નિર્માણ માં સહભાગી બન્યું..
ડો.કે.આર.શ્રોફ સેવાસદનનું લોકાર્પણ તા.12 ઓક્ટોબર 2024 એટલે વિજયાદશમીના દિવસે આ સાથેની વિગતે થશે.

હજારો- લાખો જીવોના કલ્યાણમાં નિમિત્ત બની રહ્યાનો હરખ વહેંચવા આમંત્રણ મોકલી રહ્યા છીએ..

સૌનું શુભ થાવોની શુભભાવના...

No comments:

Post a Comment