Thursday, 30 October 2025

A Morning of Commitment, A Lifetime of Success — Sangeetaben’s NMMS Champions




At Takatuka Primary School, nestled in Bhiloda, Aravalli district, seven young girls have recently brought immense pride to their school and families — all of them cleared the prestigious National Means-cum-Merit Scholarship (NMMS) examination.

Takatuka stands among the leading schools of the region, known for the harmony and commitment of its teachers, principal, and foundation-appointed educators who work together as one dedicated team. Among them is Sangeetaben, a teacher placed by the Dr. K. R. Shroff Foundation (KRSF), whose devotion to her students goes far beyond the call of duty.

Although school hours officially begin at 10:30 a.m., Sangeetaben arrives by 9:00 a.m. each day — her mornings devoted to special preparatory sessions for the NMMS exam. Her quiet perseverance and belief in her students have borne wonderful results: this year, seven of her girl students not only passed the exam but also secured places on the merit list.

Each of them now receives a monthly scholarship of ₹1,000, a reward that supports their continued education and strengthens their dreams for the future.

When we met two of the achievers, Kundanika and Heli, their faces glowed with pride.

“We are saving the scholarship money for our higher studies after Class 12,” they shared. “Our families are very proud that we cleared this exam.”

Both credited their success to the tireless guidance of Sangeetaben and the unwavering support of the school’s teaching team.

At KRSF, we believe that every child carries the potential to shine — and teachers like Sangeetaben ensure that this light never dims. Her dedication, discipline, and passion for teaching embody the Foundation’s enduring spirit: to nurture excellence through care, commitment, and compassion.

ટાકાટુકાની પ્રાથમિક શાળામાં ભણતી 7 વિધાર્થીનીઓને NMMS સ્કોલરશીપની મદદ મળી

ટાકાટુકા અરવલ્લી જિલ્લાના ભિલોડાની અવ્વલ નિશાળ. શાળાના શિક્ષકો, આચાર્ય અને અમે. એટલે કે, આ શાળામાં શિક્ષકોની ઘટની પૂર્તિ માટે મૂકેલા બધા એક જૂથ થઈને કામ કરીએ. અમે આ શાળામાં સંગીતાબેનને મુક્યાં. સંગીતાબેન એમના વર્ગના બાળકોને નિયમિત ભણાવે. સાથે સાથે NMMSની પરિક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી પણ શાળાના અન્ય શિક્ષકો સાથે મળીને કરાવે. શાળાનો સમય ૧૦:૩૦નો પણ સંગીતાબેન ૯ વાગે આવે અને બાળકોને ખાસ પરીક્ષાની તૈયારી કરાવે.

આ વર્ષે એમણે જે વિદ્યાર્થીઓને તૈયારી કરાવતા હતા, તેમાંથી ૭ વિદ્યાર્થીનીઓએ પરિક્ષા પાસ કરી અને મેરીટમાં આવી. એમને માસીક ₹૧,૦૦૦ સ્કોલરશીપ મળવાની શરૂ થઈ.

પરીક્ષા પાસ કરનાર કુંદનિકા અને હેલીને મળવાનું થયું તો એમણે કહ્યું. ‘હાલ સ્કોલરશીપમાં જે રકમ મળે તે અમે ખર્ચ કરતા નથી. એ રકમ બચશે તો અમને ધો.૧૨ પછી ઉચ્ચ અભ્યાસમાં એ કામ લાગશે. અમારા ઘરવાળાને પણ અમારા માટે ગર્વ છે કે અમે આ પરીક્ષા પાસ કરી શક્યા'.

બેય વિદ્યાર્થીનીઓએ સંગીતાબેન તેમજ શાળાના શિક્ષકોની મહેનતના લીધે પાસ થયાનું કહ્યું.

અમારા શિક્ષકોને અમે બાળકોને ઉત્તમ આપવા કોશિશ કરવાની વાત શીખવીએ ને એટલે જ તેઓ શાળાના નિયમિત સમય કરતા વહેલા આવીને બાળકોને આ રીતે ભણાવે.. સંગીતાબેનની આ નિસબતને સલામ...

No comments:

Post a Comment