Thursday, 30 October 2025

How Love and Values Freed Two Children from Addiction


Dr. K. R. Shroff Foundation’s purpose is not merely to impart academic knowledge but to nurture the holistic growth of every child — to awaken their inner potential and help them rise above destructive habits.”

These heartfelt words come from Riddhiben, a supplementary teacher placed by KRSF at the Primary School in Ghoghasamdi village, Botad district. Her eyes gleamed with quiet pride — the pride of a teacher who had helped two young children break free from the chains of addiction.

During her time at the school, Riddhiben discovered that a boy and a girl in her class had become habitual users of gutka and mawa (tobacco products). Instead of reprimanding or humiliating them before others, she chose a gentler, wiser path.

Through KRSF’s “Sanskar Sinchan” (Value Cultivation) sessions — a unique initiative focusing on moral and character development — she began conducting discussions on de-addiction and the dangers of substance abuse. She spoke not with judgment, but with compassion, using real-life examples to show how addiction destroys both body and future.

When the two children heard her lessons, fear and guilt overcame them. Convinced that their secret would be revealed, they stopped attending school altogether.

But Riddhiben’s heart understood what their silence meant. Refusing to let them drift away, she visited their homes personally. She spoke to them with empathy and tenderness, assuring them that mistakes can be corrected — that with courage and willpower, they could reclaim their lives.

Her warmth and belief rekindled their confidence. Both children promised to quit their harmful habits — and they kept their word. Gradually, they returned to school, free from addiction, full of energy, joy, and self-belief.

Today, they are among the most active and engaged students in class.

Reflecting on the experience, Riddhiben says,

“If we truly wish to build a better nation, education alone is not enough. We must also cultivate values, empathy, and the strength of character in every child.”

Through initiatives like Sanskar Sinchan, Dr. K. R. Shroff Foundation continues to shape not only bright students but responsible, value-driven citizens — proving that the most powerful lessons are often those taught with love.

 
ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનનો ઉદ્દેશ બાળકોને ફક્ત પુસ્તકિયુ જ્ઞાન આપવાનો નથી પણ તેનો સર્વાંગી વિકાસ કરી ઉત્તમ નાગરિક બનાવવાનો છે. આ માટે બાળકની સુષુપ્ત શક્તિને ખીલવવાની સાથે તેના દુર્ગુણોને ઓળખી દૂર કરવા પણ જરૂરી” બોટાદ જિલ્લાના ઘોઘાસમડી ગામની પ્રા.શાળામાં કાર્યરત KRSF ના પૂરક શિક્ષક રિદ્ધિબેન જ્યારે આ વાત કરી રહ્યા હતા ત્યારે તેઓની આંખમાં ચમક હતી. આ ચમક પાછળનું કારણ શાળાના ૨ બાળકો વ્યસનની ચુંગાલમાં ફસાયા હતા. રિદ્ધીબેને તેમને વ્યસન મુક્ત કરાવ્યા હતા. રિદ્ધિબેને જોયું કે શાળાના એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીને નાની ઉંમરથી ગુટકા અને માવો ખાવાનું વ્યસન થઈ ગયું છે. રિદ્ધિબેનને બાળકો વ્યસન કરે તેવી ખબર પડી. પણ સીધી રીતે બધાની વચ્ચે બાળકોને કશું પણ કહેવું ખોટું પડશે, એવું એમને લાગ્યું. KRSF સંસ્કાર સિંચનના વર્ગો ચલાવે. આ વર્ગોમાં બાળકોના ઘડતર માટેની વાતો થાય. તેમાં વ્યસન મુક્તિની વાતો પણ ખરી. ખાસ તો વ્યસન કરવાથી શું થઈ શકે તેની વાતો. વ્યસન કરનાર બાળકો વર્ગમાં આવે તેમણે આ વાતો સાંભળી એમને અંદરથી રિદ્ધિબહેન બધાની વચમાં એમને કશુંક કહેશેનો ડર લાગ્યો એટલે એમણે શાળામાં આવવાનું બંધ કર્યું. રિદ્ધિબહેને બાળકની ગેરહાજરીનું કારણ જાણ્યું અને બાળકોના ઘરે જઈને એમને વ્યસનમાંથી મુક્ત થઈ શકાય છે. બસ મન મજબૂત કરવાનું છે વગેરે જેવી વાતો કરીને બાળકોએ વ્યસન મૂકવાનું પ્રણ લીધું ને પછી તો નિયમિત શાળાએ આવતા થઈ ગયા. સંસ્કાર સિંચનના વર્ગો અમે જેટલી પણ નિશાળમાં બાળકોના ઘડતરનું કામ કરીએ ત્યાં અલાયદા ચલાવીએ. એનો અલાયદો અભ્યાસક્રમ છે. બાળકોની સાથે સાથે શિક્ષકોને પણ અમારા સંસ્કાર સિંચનના વર્ગો ગમે. મારા ખ્યાલથી દેશ અને દુનિયાને ઉત્તમ બનાવવી હશે તો બાળકોના ભણતરની સાથે સાથે તેમના ગણતર ને એમાંય સંસ્કાર સિંચન પર ખાસ્સું ધ્યાન આપવું પડશે.

No comments:

Post a Comment