Once, she couldn’t afford a sewing machine.
Today, she saves ₹6,000 every month.
Even the toughest problem can find a solution — if we truly try. The real question is whether we have the courage to act on it.
In Dabhan village of Kheda district, lives Kanchanben. Her husband worked in a company, and she took up farm labour whenever work was available. But farm work was seasonal, and surviving on her husband’s limited income alone became increasingly difficult.
Just when she was wondering what to do, a ray of hope appeared — the government started sewing classes in her village. Eager to learn, Kanchanben joined and quickly picked up the skill. But soon, a new challenge emerged — she didn’t have enough savings to buy her own sewing machine.
Around this time, she came to know that the Dr. K. R. Shroff Foundation (KRSF), through its partnership with VSSM (Vicharata Samuday Samarthan Manch), provides interest-free loans to underprivileged and nomadic community families to help them become self-reliant.
With newfound hope, Kanchanben approached field worker Rajinibhai and applied for a ₹50,000 loan — to buy a sewing machine and fabric for making and selling readymade dresses and blouses.
Her determination and sincerity shone through her eyes — it was the kind of spirit that deserved support.
After receiving the loan, Kanchanben slowly began her small tailoring business. What started with a single machine soon turned into a steady source of income.
Today, she earns ₹6,000–₹7,000 per month — and even manages to save a part of it.
Now, she dreams of expanding her shop and helping her husband start his own rickshaw business, so that together they can build a more secure and independent life.
When Kanchanben met Respected Shri Pratulbhai Shroff, she became emotional and said softly,
“I feel truly happy now.”
For Dr. K. R. Shroff Foundation, there is no greater joy than this —
to see self-reliance bloom, and to bring happiness and self-respect into the lives of those who once struggled for hope.
એક વખતે સિલાઈ મશીન ખરીદવા પૈસા નહોતા, આજે મહિને ₹6,000ની બચત થાય
અઘરામાં અઘરી લાગતી સમસ્યાનું સમાધાન શોધવા કોશિશ કરીએ તો સમાધાન મળે જ. મુદ્દો આપણે સમાધાન શોધી તે પ્રમાણે કરવા તૈયાર છીએ કે કેમ તે...…
ખેડાના ડભાણ ગામમાં કંચનબેન રહે, પતિ કંપનીમાં નોકરીએ જાય ને કંચનબેન ખેતમજૂરી મળે તો એ કરે. પણ ખેતમજૂરી બારે મહિના મળે નહીં ને પતિની કમાણી પર ઘર ચલાવવામાં તકલીફ પડે. શું કરવું એ સમજાતું નહોતું.
ગામમાં સિવણના વર્ગો સરકારે શરૂ કરાવ્યા. કંચનબેન સિવણ શીખ્યા. પણ મુદ્દો મશીનનો હતો. બચત એટલી હતી નહીં કે એ મશીન ખરીદી શકે.
ડૉ. કે.આર.શ્રોફ ફાઉન્ડેશન તકવંચિત અને વિચરતી જાતિઓના પરિવારોને VSSM ના માધ્યમથી લોન આપી ધંધો કરતા કરે, એ કંચનબેન જાણે. એમણે સંસ્થાના કાર્યકર રજનીભાઈનો સંપર્ક કરી. સિલાઈ મશીનની
સાથે સાથે કપડું ખરીદી તૈયાર ડ્રેસ,બ્લાઉઝ વગેરે સીવી વેચવા ₹૫૦,૦૦૦/- લોનની માંગણી કરી.
નિષ્ઠા અને મહેનત કરવાની ધગશ કંચનબેનની આંખોમાં દેખાતી હતી. આવા વ્યક્તિઓને લોન આપવાનું તો કરવું જ પડે. લોન આપી ને આજે હવે એ મહિને છ-સાત હજાર કમાતા થઈ ગયા. એમની કમાણીમાંથી એ બચત કરે ને મોટી દુકાન નાખવાનું એ સ્વપ્ન સેવે.
એમના પતિને પણ નોકરી છોડાવી રીક્ષા લઈ એ સ્વતંત્ર ધંધો કરતા થાય એવી એમની ઈચ્છા છે.
આદરણીય પ્રતુલભાઈ શ્રોફને જ્યારે કંચનબહેન મળ્યા ત્યારે એ ભાવુક થયા. એમણે કહ્યું, “મને અત્યારે ઘણું સુખ છે.' તકવંચિતોના જીવનમાં સુખ આપી શક્યાનો અમને રાજીપો...
No comments:
Post a Comment