Vajapur — a picturesque village nestled in Banaskantha — recently became the site of a heartwarming environmental movement. The Vicharata Samuday Samarthan Manch (VSSM) was invited to plant and nurture trees in the village cremation ground, and since Dr. K. R. Shroff Foundation (KRSF) has long supported VSSM in such ecological initiatives, it was decided to transform the site into a Krishna Veena Gramvan — a village forest dedicated to life, remembrance, and renewal.
The villagers began by clearing the wild Prosopis juliflora (gando baval) trees and arranging a reliable water source. Soon after, over 5,000 saplings were planted under a drip irrigation system, and a dedicated caretaker was appointed to ensure their daily upkeep.
Before the planting began, extensive discussions were held with the villagers on the sacred role of trees in sustaining both nature and community life.
Across North Gujarat, farmers have gradually been replacing traditional “living fences” — natural thorny hedges that once bordered farms — with metal wire fencing. This shift, though practical, often results in the loss of countless trees and shrubs that form vital habitats for birds, insects, and small creatures.
Thanks to the continued awareness efforts of KRSF and VSSM, the people of Vajapur have developed a deep respect for preserving their living fences — a respect beautifully embodied by their village leader, Hirabhai.
When the VSSM team later visited Vajapur to check on the forest’s progress, the villagers shared an inspiring story:
“Hirabhai strictly forbids cutting down living fences,” they said. “He always reminds us that wire fences destroy trees, and with them, the homes of many small living beings. So, following his guidance, we decided against wire fencing altogether.”
What a profound and compassionate thought!
Today, the cremation ground in Vajapur has transformed into a vibrant grove, filled with the lush greenery of thriving trees. The appointed caretaker devotes his entire day to nurturing them, while Motibhai and the village sarpanch visit daily to monitor their growth and health. Their collective care and vigilance are the true reasons this Gramvan flourishes so beautifully.
As Respected Shri Pratulbhai Shroff often reflects,
“There is much to learn from a tree. Just as Gandhiji said, ‘My life is my message,’ a tree too seems to say the same. Even when someone comes to cut it down, it still offers shade.”
Through the creation of Vajapur’s Gramvan and the villagers’ commitment to protecting their living fences, we are reminded that true progress lies not in replacing nature, but in coexisting with it.
KRSF takes immense pride in being a part of such transformative efforts — planting, protecting, and nurturing trees that stand as living symbols of harmony between humankind and nature.
જીવતી વાડને ન કાપીએ
બનાસકાંઠાનું વજાપુર મજાનું ગામ. ગામના સ્મશાનમાં વૃક્ષો વાવી ઉછેરવા માટેનું આમંત્રણ VSSM સંસ્થાને મળ્યું. KRSF આ કાર્યમાં VSSM ને મદદ કરે એટલે કૃષ્ણ વીણા ગ્રામવન વજાપુરમાં કરવાનું નક્કી કર્યું
ગામના સ્મશાનમાં ગાંડો બાવળ ગામે એ કઢાવ્યો. ને પાણીની વ્યવસ્થા કરી એ પછી 5000 ઉપરાંત વૃક્ષો વાવી, ડ્રીપ કરી, પગારદાર માણસ વૃક્ષોની દેખરેખ રાખવાનું અમે કર્યું. વૃક્ષો વાવતા પહેલા ગ્રામજનોને વૃક્ષ અંગે વાતો કરીએ. ઉત્તર ગુજરાતમાં ધીમે ધીમે કાંટાળી વાડ કાઢી ખેડૂતો તાર ફ્રેન્સીંગ કરવા માંડ્યા છે. જેમાં ઘણા વૃક્ષો કપાય. પણ KRSF અને VSSM ના સતત પ્રયત્નોથી હવે લોકોમાં જીવતી વાડ પ્રત્યે જાગૃતિ આવી છે. વજાપુરમાં વાવેલા વૃક્ષો જોવા VSSM ટીમ ગઈ ત્યારે ગામના આગેવાન હીરાભાઈની મજાની વાત ગામલોકોએ કહી, હીરાભાઈ ગામ લોકોને જીવતી વાડ કાઢવાની મનાઈ કરે એ કહે, તારની વાડમાં ઘણા ઝાડ
કાપવા પડે. નાના જીવો હાલની આપણી જીવતી વાડમાં રહે એમનો આશરો જતો રહે. એમની વાત માની અમે તારની વાડ નથી કરી.'
કેવી મજાની વાત..
ગામના સ્મશાનમાં વૃક્ષોનો સરસ ઉછેર જોઈ મન હરખાયું.
અમારા વૃક્ષમિત્ર પણ દિવસ આખો સ્મશાનમાં રહે ને જબરુ મથે. મોતીભાઈ ને ગામના સરપંચશ્રી પણ સ્મશાનમાં રોજ આંટો મારે ને ઝાડના ખબર પૂછે... કદાચ એટલે જ વાવેલા ઝાડ સરસ ઉછર્યા..
આદરણીય પ્રતુલભાઈ શ્રોફ કહે, વૃક્ષ પાસેથી ઘણું શીખવા જેવું. ગાંધીજી જેમ કહેતા ‘મારું જીવન એજ મારો સંદેશ' કદાચ વૃક્ષ પણ એજ કહે છે. વૃક્ષને કાપવા આવનારને પણ એ છાંયડે બેસવાની ના નથી પાડતું. અમને આનંદ છે કે ફાઉન્ડેશન તરીકે અમે આટલી મોટી સંખ્યામાં વૃક્ષો વાવી ઉછેરી શક્યા.
No comments:
Post a Comment