Thursday, 30 October 2025

When Hope Found Its Way Back — Gopalbhai’s Journey to Self-Reliance”


"I studied up to Class 10 and then started selling cutlery. In this business, the more capital you invest, the more it grows. But I didn’t have much capital, so I began small with whatever I had,” shared Gopalbhai, his tone humble yet full of quiet determination.

He had always dreamed big — but with limited means, those dreams seemed distant. Then came a turning point. He learned that Dr. K. R. Shroff Foundation (KRSF), in collaboration with VSSM (Vicharata Samuday Samarthan Manch), provides loans to support small entrepreneurs like him.

Through his uncle Chandubhai, Gopalbhai applied and received his first loan of ₹30,000. Until then, he sold his wares from his Activa scooter, but the loan allowed him to purchase goods in bulk from Panjrapole Naka, Ahmedabad — and soon, his savings began to grow.

Encouraged by his progress, he later took a second loan of ₹50,000. With this and his savings combined, he made a ₹1 lakh down payment to purchase an Eeco van, financing the balance through a loan from a finance company.

Now, with the van, he and his wife travel together to nearby villages for business. Their daily income has become steady, and their confidence, stronger than ever.

“My goal is to finish paying off the Eeco installments soon,” he said, “so that I can be free from interest and truly independent.”

A resident of Sarsa village in Anand district, Gopalbhai shared his inspiring story directly with Dr. K. R. Shroff Foundation’s founder, Shri Pratulbhai Shroff.

Pratulbhai firmly believes that education and economic stability are the twin pillars of a transformed life. Guided by this vision, KRSF, in association with VSSM, has helped more than 9,500 families build sustainable, self-reliant livelihoods.

When asked about his dream for the future, Gopalbhai smiled and said,

“To open my own shop.”

Once a person begins to dream again, progress naturally follows.
Meeting Gopalbhai reaffirmed this truth — that with the right support, determination can turn even the simplest beginnings into success stories.

May his dream soon take full shape, and may his journey continue to inspire many more


KRSF એ આપેલા ટેકાથી ગોપાલભાઇ સ્વપ્ન જોતા થયા

'હું દસ ધોરણ ભણ્યો પછી કટલરી વેચવાનું શરૂ કર્યું. ધંધામાં તો કેવું જેટલી મૂડી નાખો એટલી ઓછી. મારી પાસે ઝાઝી મૂડી નહોતી. એટલે જે હતું એમાંથી કટલરીનો વેપાર શરૂ કર્યો.

સપના ઊંચા જોવું પણ જે રીતે ધંધો કરતો એ રીતે એ બધું પૂરું કરવામાં વર્ષો થઈ જશે એમ લાગતું. આવામાં મને KRSF એ VSSM સંસ્થા સાથે મળીને લોન આપવાનું કાર્ય કરેનો ખ્યાલ આવ્યો. મારા કાકા ચંદુભાઈ થકી અમે સંસ્થામાં લોન મૂકી ને પ્રથમ લોન ₹૩૦,૦૦૦ની મળી. હું એક્ટીવા પર ધંધો કરતો. લોનની રકમ મળી એટલે જથ્થાબંધ સામાન પાનકોર નાકા અમદાવાદથી લાવ્યો. બચત પણ થઈ. એ પછી મે બીજી લોન ₹૫૦,૦૦૦ની લીધી. બચત અને નવી લોનની રકમમાંથી થોડા ઉમેરી ૧ લાખનું ડાઉન પેમેન્ટ ભરી મેં ઈકો ગાડી લીધી. ખૂટતી રકમની મેં ફાયનાન્સ કંપનીમાંથી લોન કરી.

હવે ગાડી આવી તો ત્રણેક ગામોમાં હું ને મારી પત્ની બેય ધંધા માટે જઈએ છીએ.

રોજની આવક પણ સરખી થાય છે. પ્રયાસ ઈકોના હપ્તા ઝટ પતાવવાનો છે જેથી હું વ્યાજમાંથી બહાર નીકળી જાઉ*

આણંદના સારસા ગામમાં રહેતા ગોપાલભાઈ ડૉ. કે.આર.શ્રોફ ફાઉન્ડેશનના સ્થાપક અમારા આદરણીય શ્રી પ્રતુલભાઈ શ્રોફ સામે ફટાફટ આ બોલી ગયા.

શિક્ષણ અને આર્થિક સદ્ધરતા કોઈનું જીવન બદલી શકે એવું પ્રતુલભાઈ માને. એટલે વંચિત અને વ્યવસાય શરૂ કરવાની અથવા તેને વધારવાની ઇચ્છા રાખનાર પરિવારોને મદદ કરે. VSSM અને KRSF એ અત્યાર સુધી ૯,૫૦૦ થી વધુ પરિવારોને સ્વમાનભેર રોજી મળી શકે તે માટે મદદ કરી છે.

ગોપાલભાઈની વાત સાંભળી પ્રતુલભાઈએ એમને સ્વપ્ન શું છે એ પૂછ્યું ને ગોપાલભાઈએ કહ્યું, “પોતાની દુકાન કરવાનું”

માણસ સ્વપ્ન જોતો થઈ જાય પછી એની સ્થિતિમાં સુધારો આવવામાં વાર નથી થતી એ ગોપાલભાઈને મળીને લાગ્યું.. એમના સ્વપ્ન સાકાર થાય એવી શુભભાવના...

No comments:

Post a Comment