In the quiet village of Vadoth in Sabarkantha district lives a young dreamer named Vraj. After scoring 65% in Class 10, he dared to dream what many might have called impossible — to become a doctor.
His father, a humble barber, earned just enough to sustain the family. The thought of affording medical education seemed beyond imagination. Yet, neither circumstances nor doubt could extinguish the fire within Vraj. With renewed resolve, he devoted himself to his studies in Classes 11 and 12, securing an impressive 88% in Class 12 and 397 marks in NEET. He could have chosen Ayurveda, but his heart was set on MBBS.
Unwilling to settle, Vraj decided to drop a year and try again. Through sheer perseverance and unyielding focus, he raised his NEET score to 531 marks on his second attempt — earning admission to a medical college in Gandhinagar.
But soon came the harsh reality — the ₹45 lakh required for tuition over the course of the program. The weight of that number nearly crushed his spirit. Why must financial hardship stand between me and my dream? he wondered.
Yet, as life often proves, when intention is pure and determination unwavering, the universe finds a way to respond.
Vraj often remembered the day his grandfather was treated at Ahmedabad Civil Hospital — an experience that had sparked his calling. “If Civil Hospital hadn’t been there,” he thought, “my grandfather might not have survived.” That moment had sown the seed of his purpose: to serve in a government hospital and heal others, just as his grandfather had been healed.
Seeing his sincerity, a kind acquaintance named Mitalben told Vraj’s father, “The Dr. K. R. Shroff Foundation can help your son.”
Soon, the family met Respected Shri Pratulbhai Shroff and Shri Udaybhai Desai, who listened to Vraj’s story and decided to support his medical education.
Today, Vraj stands tall as a first-year MBBS student, living the dream he once feared would remain out of reach — a dream brought to life through the support and faith of the Foundation.
With deep emotion, Vraj shares,
“There are very few people in this world who help others selflessly — just as the Foundation has helped me. I’ve made a promise: just as I was supported, I will help at least one student like myself become a doctor. If I can help more, I’ll be even happier. But I’ll begin with one, to repay my debt of gratitude to the Foundation.”
When Vraj visited the KRSF office and narrated his journey, it served as a heartfelt reminder of why we do what we do. Each story like his reaffirms our mission — to illuminate paths for children whose dreams deserve to soar.
Through Vraj’s success, we are reminded that every act of support plants a seed of transformation, and from those seeds, futures blossom.
દસમા ધો.માં ૬૫ ટકા આવ્યા. સપનું તો ડૉક્ટર બનવાનું જોયું. પણ આટલા ટકાએ ડૉક્ટર કેવી રીતે થવાય ?
મારું ગામ સાબરકાંઠાનું વડોથ પપ્પા હજામનું કામ કરે. એમની પાસે એવા ઢગલો રૂપિયા નહીં કે મારી પાછળ એ ખર્ચે ને મને ડૉક્ટર બનાવે. મેં કમર કસીને ૧૧, ૧૨ ધો.માં ખૂબ મહેનત કરી. બારમાં ધોરણમાં ૮૮ ટકા ને નીટની પરીક્ષામાં ૩૯૭ માર્કસ આવ્યા. આર્યુવેદ ડૉક્ટર બની શકાય પણ મારે એમબીબીએસ થવું હતું. મેં ડ્રોપ લીધો ને નીટની પાછી તૈયારી કરી. મારુ લક્ષ્ય નક્કી હતું. બીજી વારમાં ૫૩૧ માર્કસ આવ્યા. ગાંધીનગરમાં મને મેડીકલમાં એડમીશન મળ્યું, પણ, મારો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધીમાં મારે નહીં નહીં તોય ૪૫ લાખ ફી પેટે ભરવાના થાય આટલા પૈસા ક્યાંથી લાવું...???
હું નિરાશ થઈ ગયેલો.. એ વખતે કેમ અમારી પાસે પૈસા નહીં એમ પણ થયું. પણ કે છે ને તમારો નિર્ધાર પાક્કો હોય ને એ નિર્ધારનો આશય શુદ્ધ હોય તો ભગવાન મદદ કરે. મેં નાનપણમાં મારા ાદાને અમદાવાદ સિવિલમાં સારવાર લેતા જોયેલા, સિવિલ ન હોત તો મારા દાદા ન બચત.
એ વખતે ડૉક્ટર બનવાનું નક્કી કર્યું ને સરકારી હોસ્પિટલમાં સેવા આપવાનો નિર્ધાર કર્યો. ખાસ તો દાદા જેવા અનેક દર્દીની સારવાર કરી શકુ એ માટે... આ નિર્ધારમાં પવિત્રતા હતી એટલે મારા ગામના મિત્તલબેને મારા પપ્પાને ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન વિશે વાત કરી અને એ તમારા વ્રજને મદદ કરશેનું કહ્યું.
એ પછી અમે પ્રતુલભાઈ શ્રોફ, ઉદયભાઈ દેસાઈને મળ્યા ને મારી વાતો સાંભળી એમણે મારી ફી ભરવા મદદ કરી.
આજે હું MBBS ભણી રહ્યો છું તો ફાઉન્ડેશનના પ્રતાપે... નિસ્વાર્થભાવે આવી મદદ કરનાર આ દુનિયામાં કેટલા? મે પણ નિર્ધાર કર્યો છે. મારા જેવા એક વ્રજને તો મારી જેમ ડૉક્ટર બનાવીશ. એકથી વધુ થાય તો રાજી થઈશ પણ એકને બનાવીને સંસ્થા પ્રત્યેનું ઋણ હું અદા કરીશ...
વ્રજ KRSF ની ઓફીસ પર આવ્યો ને એણે એની વાત અમને કરી. સંસ્થા લાખો બાળકોના જીવનમાં બદલાવ માટે પ્રયત્ન કરે. વ્રજ જેવા બાળકોએ જોયેલા સમણાં પૂરા કરવામાં નિમિત્ત બની શક્યાનો આનંદ..
No comments:
Post a Comment