Thursday, 30 October 2025

Check Dam Repairs in Tribal Areas

Gujarat’s eastern belt — home to its tribal communities — is a land of lush forests and generous rainfall. Yet, paradoxically, by the time January and February arrive, water scarcity grips these regions. Wells run dry, fields lie barren, and many families are forced to migrate to towns and cities in search of daily-wage work.

Most tribal households own small patches of farmland, but without irrigation facilities, they remain at the mercy of the monsoon. Even drinking water becomes scarce once the rains recede.

To address this, the government regularly undertakes water conservation projects in tribal areas — one vital initiative being the repair and desilting of check dams, which help retain rainwater and recharge groundwater sources.

This year, under the 80–20 Scheme, the Dr. K. R. Shroff Foundation (KRSF), in collaboration with Vicharata Samuday Samarthan Manch (VSSM), undertook extensive check dam repair work. Under the scheme, 80% of the cost was funded by the government, while the remaining 20% was to be contributed by KRSF and VSSM.

However, in true spirit of commitment, both organizations went beyond their share — investing additional resources to ensure the strength and longevity of these crucial water structures.

Through this partnership, seven check dams in the Poshi taluka of Sabarkantha district were successfully repaired. When the monsoon arrived, these check dams filled beautifully, replenishing groundwater and recharging nearby wells.

Today, farmers in Poshi have access to reliable irrigation, and families that once migrated for survival can now stay and thrive in their villages.

With every drop conserved, a dream of stability and self-reliance takes root in Gujarat’s tribal heartland.

Through sustained collaboration with the government, KRSF continues its mission to make water security a lasting reality for communities across regions like Poshi. 

આદિવાસી વિસ્તારોમાં ચેકડેમ રીપેરીંગ

આદિવાસી વિસ્તાર એટલે ગુજરાતની પૂર્વ પટ્ટી. કેટલોય વિસ્તાર જંગલ આચ્છાદિત. વરસાદ પણ પ્રમાણમાં સારો પડે પણ ચોમાસા પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી આવતા પાણીની મુશ્કેલી સર્જાવાનું શરૂ થઈ જાય. નાછુટકે લોકોને પોતાનું ગામ છોડીને શહેરમાં કે જ્યાં મજૂરી મળે ત્યાં મજૂરી માટે જવું પડે. આદિવાસી પરિવારોમાંના ઘણા પાસે નાનકડી જમીન ખરી પણ જમીન પર પિયત માટે પાણી ન હોય. કૂવાથી ખેતી કરનાર પરિવારોના કૂવા ખાલી થઈ જાય. ક્યાંક તો પીવાના પાણીની પણ ભારે મુશ્કેલી પડે.

સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં જળસંચયના ઘણા કામો સતત થયા કરે. એમાંનું એક ચેકડેમ રીપેરીંગનું, ડી-સિલ્ટીંગનું કામ. આ વર્ષે સરકારે ૮૦ - ૨૦ યોજનામાં ચેકડેમ રીપેરીંગનું કામ KRSF અને VSSMએ

કર્યું. આ ૨૦ ટકા આમ તો ર૦ ટકા કરતા વધારે રકમ સરખો ને મજબૂત ચેકડેમ કરવો હોય તો થાય એ બેય સંસ્થાએ સાથે મળીને કર્યું.

સરકાર અને KRSF ની મદદથી ૭ ચેકડેમ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં રીપેર કર્યા.

ચેકડેમ ચોમાસે સરસ ભરાયા. પાણી રોકાવાના લીધે ખેડૂતોના કૂવા પણ અત્યારે પાણીથી ભરેલા છે.

ના છૂટકે શહેરમાં આવવા જેમને મજબૂર થવું પડે તે પરિવારોને પાણીની સગવડ કરી આપી તો એ ગામમાં ખુશ છે... બસ આ ભાવના સાથે આદિવાસી વિસ્તાર ખાસ કરીને પોશીનામાં અમે જળસંચયના કાર્યોમાં સરકાર સાથે ભાગીદારી કરીએ....

No comments:

Post a Comment