Thursday, 30 October 2025

The First Generation Received Ration Cards — and a Sense of Belonging

The First Generation Received Ration Cards — and a Sense of Belonging

For generations, countless families from nomadic tribes and underprivileged communities have lived on the margins — invisible in government records, unrecognized as citizens.
Through its tireless efforts, VSSM (Vicharata Samuday Samarthan Manch) works to bring these families into the fold of society — by helping them obtain essential documents and access to welfare schemes.

Behind this work stands a dedicated team spread across several districts — moving from village to village, family to family — ensuring that no one is left out.
Supporting such a mission involves ongoing expenses, from honorariums to travel costs. Yet, very few donors choose to contribute to this kind of behind-the-scenes effort.

Most well-wishers prefer to donate toward visible causes — building homes, arranging marriages, or supporting children’s education. And that’s understandable. But as we have often said — if the government’s budget for the poor is used effectively, society can save enormous resources otherwise spent directly.

After all, the funds for these welfare schemes come from the taxes we all pay. What’s essential is that these funds reach those who truly need them.

That’s why Dr. K. R. Shroff Foundation (KRSF) supports VSSM in strengthening its team — to ensure that their human rights and citizenship work continues effectively. When our efforts combine with government support, the impact multiplies many times over.

Through this partnership, VSSM has helped numerous families obtain voter ID cards, ration cards, caste certificates, residential plots, and housing assistance — in short, the recognition and dignity that every citizen deserves.

In Sarsa village of Anand district, several Salat families lived in huts on the village outskirts. With KRSF’s support, VSSM helped them obtain their identity documents — and soon, their ration cards too.
When Respected Shri Pratulbhai Shroff visited the village, the families joyfully said,

“Now we’ll also get our plots soon!”

The grains received through these ration cards brought immediate relief — a sense of stability and security to their homes.
And the happiness on their faces reflected something even deeper — a sense of belonging.

It is only when we meet such families personally that we truly understand what a single ration card can mean.
For them, it is not just a document — it is a gateway to dignity.

We at Dr. K. R. Shroff Foundation, through our partnership with VSSM, feel immense joy and pride in being an instrument of hope for many such families who are receiving their rightful place in society — often, for the very first time.

પહેલી પેઢીને રેશનકાર્ડ મળ્યા

વિચરતી જાતિઓને તેમજ તકવંચિત પરિવારોને આ દેશના નાગરિક તરીકે આધારો, વિવિધ યોજનાઓની મદદ મળે તે માટે VSSM સતત પ્રયત્ન કરે.

આ કાર્ય માટે વિવિધ જિલ્લામાં સંસ્થાના કાર્યકરોની ટીમ ખૂબ મથે. ટીમ પાછળ ખર્ચ પણ ઘણો થાય. સામાન્ય રીતે આવા કાર્યોમાં મદદ કરનાર લોકોની સંખ્યા એકદમ આંગળીના વેઢે ગણાય એટલી.

મોટાભાગના સ્વજનોને ઘર બાંધકામ, કોઈને જમાડવું, શિક્ષણ આપવું આ પ્રકારના કાર્યોમાં મદદ કરવી ગમે. પણ કોઈને માનદ વેતન આપવામાં કે પ્રવાસ ખર્ચમાં મદદ કરવી ઓછી ગમે.. દરેકની પોતાની એક વિચારસરણી એટલે એ યોગ્ય પણ ખરું....


પણ અમને હંમેશા લાગે કે સરકાર વંચિતો માટે જે બજેટ ફાળવે તે યોગ્ય રીતે ખર્ચાય તો સમાજના સીધી રીતે ખર્ચાતા પૈસા બચે.. ટેક્સ રૂપે આપણે જે ભરીએ એમાંથી જ વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં પૈસા ખર્ચાય ત્યારે એ નાણાં પણ યોગ્ય રીતે ખર્ચાય એ જોવું જરૂરી..

VSSMને અમે તેમના કાર્યકરોની ટીમને મજબૂત કરવા તેઓ માનવ અધિકારના કાર્યો કરી શકે તે માટે મદદ કરીએ. અમે માનીએ કે, ‘આપણા નાણાંની સાથે સરકારની સહાય ભળે તો કામ બમણું અથવા એનાથીયે અનેક ઘણું થઈ જાય.

KRSF અને અન્ય સ્વજનોની મદદથી VSSM આજે અનેક પરિવારોને મતદાર કાર્ડ, રેશનકાર્ડ, રહેવા પ્લોટ, જાતિ પ્રમાણપત્ર, રહેણાંક અર્થે પ્લોટ, ઘર માટે સહાય ટૂંકમાં અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાની મદદ અપાવી શક્યું છે.

આણંદના સારસા ગામમાં સલાટ પરિવારો ગામના છેવાડે ઝૂંપડામાં રહે. ઓળખના આધારો કઢાવવામાં KRSF નિમિત્ત બન્યું. રેશનકાર્ડ પણ આ પરિવારોને મળ્યા. અમારા પ્રતુલભાઈ શ્રોફ સામે આ પરિવારોએ કાર્ડ મળ્યાનો હરખ વ્યક્ત કર્યો ને હવે અમને ઝટ પ્લોટ પણ મળશે એવું

કહ્યું. રેશનકાર્ડના લીધે મળતા અનાજથી આ પરિવારોને ટેકો થયો...

એમના ચહેરા પરનો આનંદ જોઈને અમે પણ રાજી..

કોઈ માટે રેશનકાર્ડ આટલું મહત્વનું એ એમને પ્રત્યક્ષ મળીએ ત્યારે ખ્યાલ આવે. અમને આનંદ છે ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશન VSSM ના માધ્યમથી અનેક પરિવારોના સુખમાં નિમિત્ત બની રહ્યું છે

No comments:

Post a Comment