![]() |
| Ilaben's connection with Varsha |
alone?” This question cropped up in Ilaben's mind. A normal child studying in the third standard always keeps having fun and enjoying. But this girl? Ilabhen was posted as a supplementary teacher in Rakanpur village primary school in Kalol and this girl, Varsha came to her attention.
She called Varsha. Varsha approached her with hesitation and fear. Ilaben tried to speak with her but she did not speak much. When Ilaben focused a little more, she realized that Varsha was weak in studies, resultantly found her lacking self-confidence. She did not even have any friends in the class. She used to sit quietly alone.
![]() |
| Varsha paying attention in the class |
Currently, the organization has placed 670 teachers in government schools where there is shortage of
teachers and more than 60,000 children are getting education through these teachers. Pratulbhai Shroff, the founder of Dr. K. R. Shroff Foundation, clearly believes that the future of the country can be brightened with the flame of education, so he strives to spread light and brighten the lives of more and more children through supplementary teachers.
Best wishes to everyone....
આ દીકરી બહુ બોલતી નથી, કોઈ સાથે ભળતી નથી એકલી ગુમસુમ કેમ રહે છે?
ઈલાબહેનને આ પ્રશ્ન થયો. ત્રીજા ધોરણમાં ભણતું બાળક તો કેવી મસ્તી કરે. પણ આ દીકરી?
ઈલાબહેન કલોલના રકનપુરગામની પ્રાથમિકશાળામાં પૂરક શિક્ષક તરીકે મુકાયા ને એમના ધ્યાને આ દીકરી એટલે કે વર્ષા આવી. એમણે વર્ષાને બોલાવી. વર્ષા સંકોચ અને ડર સાથે એમની પાસે આવી. ઈલાબહેને વાત કરવા કોશીશ કરી પણ એ ઝાઝુ ન બોલી.
ઈલાબહેને થોડું વધારે ધ્યાન આપ્યું તો ખ્યાલ આવ્યો કે એ ભણવામાં નબળી છે એટલે આત્મવિશ્વાસમાં પણ નબળી પડી ગઈ. વર્ગમાં એના કોઈ દોસ્તો પણ નહીં. એકલી ગૂમસૂમ બેસે.
ઈલાબહેનને પૂરક શિક્ષક તરીકે અમે મુકેલા. અમે પૂરક શિક્ષકોને તાલીમ આપીયે તેમાં બાળકોને ભણાવવાની સાથે સાથે તેમનું નિરક્ષણ કરવાની, તેમનામાં વિશ્વાસ કેવી રીતે ભરવો, સંસ્કાર સિંચનની તાલીમ આપવાનું પણ અમે કરીએ. આ તાલીમના લીધે ઈલાબહેન વર્ષાની સ્થિતિ સમજ્યા. એમણે વર્ષા પર ધ્યાન આપી તેને ભણાવવાનું શરૃ કર્યું. વર્ષાને સમજાય એ ભાષામાં સમજાવ્યું.
પરિણામે વર્ષા હવે વર્ગની દરેક પ્રવૃતિઓમાં ભાગ લેતી થઈ અને મિત્રો પણ બન્યા. આ મિત્રો બનાવવામાં પણ ઈલાબહેને મદદ કરી.
![]() |
| Varsha playing with class students |
એક શિક્ષક બાળકનું જીવન બદલી શકે. બસ શિક્ષક નિષ્ઠાથી પ્રયત્ન કરે તો આ થઈ શકે. વર્ષામાં આવેલો બદલાવ એ ઈલાબહેનની નિષ્ઠાનું પરિણામ. હાલમાં સંસ્થા દ્વારા 670 શિક્ષકો સરકારી શાળાઓમાં જ્યાં શિક્ષકોની ઘટ છે ત્યાં મુક્યા છે અને એ શિક્ષકો થકી 60,000 થી વધુ બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે.
ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશનના સ્થાપક પ્રતુલભાઈ શ્રોફ શિક્ષણની જ્યોતથી દેશનું ભવિષ્ય બદલી શકાય એવું સ્પષ્ટ માને એટલે પૂરક શિક્ષકો થકી વધારે ને વધારે બાળકોના જીવનમાં પ્રકાશ પાથરવા પ્રયત્ન કરે.
દરેકનું શુભ થાવોની શુભભાવના..




No comments:
Post a Comment