![]() |
| Students went out with teachers to encourage other students |
someone's house? Seeing the board will make the child and his parents proud while other child will be eager to see such a board in front of his house.
Dr. K. R. Shroff Foundation conducts innovative experiments to increase children's interest in learning.
We experimented with putting board in front of a
![]() |
| Children took out rally with different slogans |
In the next few days, apart from the brilliant child, if any child has a special talent, we will try to put up the board of such talent. We congratulate our teachers for making such innovative to attract children to school...
એક નવીનતા બાળકોને સ્મિત અને ઉત્સાહ સાથે શાળાએ જવા માટે દોરી શકે
ભણવામાં તેજસ્વી બાળકનું આ ઘર છે!'આવું બોર્ડ કોઈના ઘર આગળ મારેલું વાંચીએ તો નવાઈ લાગે ને?
બોર્ડ જોઈને બાળક અને તેના માતા પિતાને ગર્વ થાય જ્યારે અન્ય બાળકોને આવું બોર્ડ મારા ઘર આગળ મરાય તે માટેની હોંશ થાય.
બાળકોનો ભણતર પ્રત્યે લગાવ વધે તે માટે ડૉ.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન અવનવા પ્રયોગો કરે. તેજસ્વી બાળકના ઘર આગળ બોર્ડ મારવાનો પ્રયોગ અમે નર્મદા જિલ્લાના સાગબારા, ડેડિયાપાડા અને બોટાદ જિલ્લાના ગઢડાની વિવિધ સરકારી શાળા કે જ્યાં ફાઉન્ડેશનની મદદથી શિક્ષકો મુકાયા છે ત્યાં કર્યો. ભણવામાં હોંશિયાર 1 થી 8 ધોરણમાં ભણતા બાળકોમાંથી જેમનો શાળામાં પ્રથમ નંબર આવ્યો છે. તેમના ઘર આગળ આ લખાણવાળુ બોર્ડ મુકાય. વળી પ્રત્યેક ગામમાં બાળકોએ શિક્ષણ સંદર્ભે જાગૃતિના સૂત્રોચાર કરતી રેલી કરી ને જે હોંશિયાર વિદ્યાર્થીઓના ઘરે બોર્ડ માર્યા હતા ત્યાંથી પસાર થઈ.
![]() |
| Students rally in village |
અમારા ઘર આગળ પણ બોર્ડ મુકાય તે માટે અમે મહેનત કરીશુંનો સામાન્ય સુર રેલી દરમ્યાન બાળકોમાં જોવા મળ્યો.
આગામી દિવસો તેજસ્વી બાળક સિવાય, કોઈ બાળકમાં વિશેષ પ્રતિભા પડી હોય તો તે અંગેના બોર્ડ મારવાનું પણ કરીશું...
બાળકોને શાળા પ્રત્યે આકર્ષીત કરવા, આવા અવનવા પ્રયોગ કરનાર અમારા શિક્ષકોને અભિનંદન...





No comments:
Post a Comment