If fifteen students appear for the NMMS examination and every one of them passes, the scale of effort behind such an outcome is self-evident.
In Babra taluka of Amreli district, the Foundation has built a consistent educational impact over the last three years. KRSF runs academic programs in twenty-three schools in the taluka. Among these, five schools conducted targeted coaching for the National Means-cum-Merit Scholarship (NMMS) exam:
– Taluka School
– Amarpara Plot School
– Nanikundal Primary School
– Shirvaniya Primary School
– Navaniya Primary School
Fifteen students from these schools underwent systematic preparation. The outcome: all fifteen passed, delivering a perfect 100 percent result across all five schools.
Such results do not appear without structure. The teachers executed an intensive plan. They extended coaching beyond regular hours. Before the official school day began at 9:30 a.m., they ran early-morning sessions. They used recess for continued guidance. Any free period became an opportunity for reinforcement.
Teachers conducted regular tests aligned with the Foundation’s curriculum. They created their own sets of MCQs, refining the students’ understanding of exam design, question patterns, and time management.
A dedicated NMMS group was formed for Babra taluka. Teachers and students used it to raise questions, clarify doubts, and resolve academic problems quickly. This continuous feedback loop strengthened performance.
The underlying principle remained constant: Child First. The teachers worked with precision, intent, and a refusal to compromise on outcomes. The result mirrored the discipline. A complete success rate across all participating schools.
NMMS
૧૫ વિદ્યાર્થી NMMS પરીક્ષા આપવા બેસે અને બધા જ પાસ થાય તો કેવી મહેનત ७शे???
અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત અમારી સંસ્થાએ શિક્ષણના ક્ષેત્રે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તાલુકાની કુલ ૨૩ શાળાઓમાં સંસ્થાના કાર્યક્રમો ચાલી રહ્યા છે, જે અંતર્ગત પાંચ શાળાઓમાં ખાસ કરીને નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ (NMMS)ની પરીક્ષા માટે તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાંચ શાળાઓમાં તાલુકા શાળા, અમરાપરા પ્લોટ શાળા, નાનિકુંડલ પ્રાથમિક શાળા, શિરવાણીયા પ્રાથમિક શાળા અને નવાણીયા પ્રાથમિક શાળામાં કુલ ૧૫ વિદ્યાર્થીઓએ આ તાલીમમાં ભાગ લીધો હતો.
સંસ્થાના સમર્પિત શિક્ષકોના કુશળ માર્ગદર્શન, તેમના દ્વારા આપવામાં આવેલો અમૂલ્ય સમય અને વિદ્યાર્થીઓની અથાગ મહેનતના પરિણામે આ વર્ષે આ તમામ પાંચેય શાળાઓએ NMMSની પરીક્ષામાં ૧૦૦% પરિણામ મેળવીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ અસાધારણ સફળતા પાછળ શિક્ષકો દ્વારા કરવામાં આવેલી સઘન મહેનત અને આયોજન રહેલું છે.
સંસ્થાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને શાળાના નિયત સમય ઉપરાંત પણ વિશેષ તાલીમ આપી હતી. સવારના ૯:૩૦ કલાકે શાળા શરૂ થતા પહેલાં આ વિદ્યાર્થીઓ માટે વધારાના વર્ગોનું આયોજન કરવામાં આવતું હતું. એટલું જ નહીં, શાળાના બ્રેક સમય દરમિયાન પણ શિક્ષકોએ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન પૂરું પાડયું હતું. જ્યારે પણ શાળામાં કોઈ ફ્રી પિરિયડ ઉપલબ્ધ થયો, ત્યારે તેનો ઉપયોગ વિદ્યાર્થીઓને વધુમાં વધુ જ્ઞાન આપવા માટે કરવામાં આવ્યો.
વિદ્યાર્થીઓની તૈયારીને વધુ મજબૂત બનાવવા માટે શિક્ષકોએ સંસ્થાના નિર્ધારિત અભ્યાસક્રમ અનુસાર નિયમિત ટેસ્ટ યોજી હતી. આ ઉપરાંત, તેઓએ જાતે જ બહુવિકલ્પીય પ્રશ્નો (MCQs) તૈયાર કરીને વિદ્યાર્થીઓની કસોટી કરી હતી, જેના પરિણામે વિદ્યાર્થીઓને પરીક્ષાના સ્વરૂપ અને પ્રશ્નોની સમજ કેળવવામાં ઘણી મદદ મળી.
સંસ્થા દ્વારા બાબરા તાલુકામાં NMMS પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એક વિશેષ જૂથ (ગ્રુપ) બનાવવામાં આવ્યું હતું. આ જૂથ એક એવું પ્લેટફોર્મ બન્યું જ્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો -કોઈપણ શૈક્ષણિક પ્રશ્નોની ચર્ચા કરી શકતા હતા અને તેનું ત્વરિત નિરાકરણ મેળવી શકતા હતા. આ સહિયારા પ્રયાસથી વિદ્યાર્થીઓને તેમની મુશ્કેલીઓ દૂર કરવામાં નોંધપાત્ર મદદ મળી.
અમારા શિક્ષકો “બાળક પ્રથમ' વાતને ધ્યાને રાખીને બાળકોના હિતમાં કાર્ય થાય તે માટે સતત મંડ્યા રહે… અને આનો જ અમને ગર્વ છે. અને જે સાચા હૃદયથી કાર્ય કરે તેને પરિણામ મળે જ. જે મળી પણ રહ્યા છે...