“Let the name of Ram remain on the lips,
let compassion and charity dwell in the heart;
a lakh obstacles melt away,
and in the end, welfare prevails.”
— Dula Bhaya Kag
These lines align precisely with the life of Prahladbhai.
He lives in Lodara, Gandhinagar. A man of steady compassion. His financial means were limited, yet he consistently offered physical help to families in distress. Nature, in its own rhythm, returned the favour.
He worked in a company until a sudden collapse in health forced him into urgent medical care. Timely treatment saved his life. His earlier generosity seemed to stand guard over him.
After his operation, heavy work became impossible. He opened a small electrical repair shop in Lodara with whatever little capital he had. He sold electrical items and repaired lights, fans, and basic wiring.
Through field worker Rizwanbhai, he came into contact with KRSF. The Foundation provided him a loan. He used it to expand his stock. His business stabilized and began to grow.
Prahladbhai’s belief is exact:
“If God wasn’t watching over me, you would not have reached me at the moment I needed help.”
He now runs a stable shop. He also serves as one of our volunteers. The Foundation has brought stability to thousands of households like his. His continued progress stands as quiet confirmation of the work.
રામ નામ મુખ મે રહે, ઉર મે દયા અરુ દાન લાખ વિઘન ટરી (ટળી) જાત હૈ
આખરી હોત કલ્યાણ - કવિ દુલાભાયા કાગની આ વાત અમારા પ્રહલાદભાઈના કિસ્સામાં જાણે સાચી ઠરી.
પ્રહલાદભાઈ ગાંધીનગરના લોદ્રામાં રહે. જીવ એકદમ દયાળુ. આર્થિક ક્ષમતા ઝાઝી નહીં છતાં શારીરિક રીતે જે પણ થાય તે ટેકો જરૃરિયાત મંદ પરિવારોને કરે. એટલે જ કુદરતે એમનું ધ્યાન રાખ્યું.
એક કંપનીમાં એ કામ કરતા હતા. અચાનક તબિયત લથડી પણ સમયસર સારવાર મળી એટલે બચી ગયા. એમણે કરેલા સતકર્મ આગળ આવ્યા.
ઓપરેશન પછી ભારે કામ ન થઈ શકે. એમણે પોતાના લોદરા ગામમાં જ ઈલેટ્રકીટસની દુકાન નાખી. એ વખતે પાસે ઝાઝા પૈસા નહોતા જે હતું એમાંથી દુકાન કરી. ઈલેક્ટ્રીક્સનો સામાન વેચવાની સાથે સાથે એ લાઈટ, પંખા રિપેર પણ કરે.
અમારા કાર્યકર રીઝવાનભાઈના સંપર્કમાં આવ્યા પછી પ્રહલાદભાઈને અમે લોન આપી. જેનાથી એમની દુકાનમાં સામાન વધાર્યો ને ધંધો એકદમ સરસ ગોઠવાઈ ગયો.
પ્રહલાભાઈ માને કે, “ઈશ્વર જ મારુ ધ્યાન રાખે નહીં તો સંકટની ઘડીમાં તમારુ મારી સામે આવવાનું ન થાય!"
કેવી ગજબ શ્રદ્ધા. પ્રહલાદભાઈનો ધંધો એકદમ સરસ ગોઠવાઈ ગયો છે. હવે તો એ અમારા સ્વયંસેવક બની ગયા છે.
KRSF થકી પ્રહલાદભાઈ જેવા હજારો પરિવારો સુખી થયા તેનો રાજીપો.. પ્રહલાદભાઈ હજુ પણ વધારે તરક્કી કરે તેવી શુભભાવના...
No comments:
Post a Comment