There is an old saying: “If you want a child to run fast, run behind him — but if you want him to run far, run with him.”
Something very similar happened when Shrimad Rajchandra Mission Hospital, Dharampur, and Dr. K. R. Shroff Foundation came together with one shared purpose — to combat anaemia among children in government schools of Sabarkantha and Aravalli.
This initiative began in the academic year 2024–25.
Under the guidance of Virenbhai and the team from Shrimad Rajchandra Mission, 30 teachers from the Dr. K. R. Shroff Foundation were trained. Testing kits, strips, and a digital portal to maintain each child’s health record were also provided.
A team of 18 teachers from the foundation visited seven Ashram schools in Posina and Khedbrahma, where they conducted haemoglobin tests for 1,248 children.
Similarly, in 118 schools of Bhiloda and Meghraj, with the support of Chief District Health Officer Dr. Jayeshbhai Parmar, Meghraj THO Dr. Aquins Anandray Balat, and Bhiloda THO Dr. Vimal Kharadi, haemoglobin tests were carried out for 10,252 children.
The children were explained about anaemia in simple, child-friendly language.
Ensuring that every child takes their medicine regularly became the shared responsibility of the teachers, the school authorities, and the KRSF field team.
Three months from now, their haemoglobin levels will be tested again.
Until each child reaches a healthy level, this treatment will continue without interruption.
This is not a one-time activity — it is a long-term social commitment.
Shrimad Rajchandra Mission Hospital and Dr. K. R. Shroff Foundation are working with complete dedication to bring a new dawn of health and hope into the lives of these children — so their future can be strong, bright, and truly healthy.
એક ડગલું બાળકોના સ્વાસ્થ્ય માટે
એક જૂની કહેવત છે કે, "જો તમારે કોઈ બાળકને દોડાવવું હોય તો તેની પાછળ દોડો, પણ જો તેને ખૂબ દૂર સુધી દોડાવવું હોય તો તેની સાથે દોડો…” કંઈક આવી જ રીતે શ્રીમદ્દ રાજચંદ્ર મિશન હોસ્પિટલ, ધરમપુર અને ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશને સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની સરકારી શાળાના બાળકોમાં એનિમિયા (લોહીની કમી) ની તપાસ માટે એક સહિયારો પ્રયત્ન કર્યો. આ કાર્ય ૨૦૨૪-૨૫ના ભણતરના વર્ષમાં શરૂ થયું.
શ્રીમદ રાજચંદ્ર મિશનની ટીમના વિરેનભાઈ તથા અન્ય સભ્યો દ્વારા ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનના ૩૦ શિક્ષકોને આ માટે તાલીમ આપવામાં આવી તથા એનીમિયાનો ટેસ્ટ કરી શકાય એ માટે ટેસ્ટીંગ કીટ, લોહી તપાસવા માટેની સ્ટ્રીપ અને બાળકોના લોહીની તપાસનો રેકોર્ડ જાળવવા માટે પોર્ટલની સગવડ પૂરી પાડી.
ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનના 18
શિક્ષકોની એક ટીમ સાબરકાંઠાના પોશીના અને ખેડબ્રહ્માની ૭ આશ્રમ નિશાળોમાં ગઈ. તેમણે ૧૨૪૮ બાળકોના લોહીની તપાસ કરી. તેવી જ પ્રમાણે ભિલોડા અને મેઘરજની ૧૧૮ શાળાઓમાં ચીફ ડીસ્ટ્રીકટ હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ પરમાર તથા તેમના મેઘરજના તાલુકા હેલ્થ ઓફિસર ડો.એક્વિન્સ આનંદરાય બલાત અને ભિલોડા તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિમલ ખરાડીની સહાયથી ૧૦,૨૫૨ બાળકોની તપાસ કરવામાં આવી. આ બાળકોને એનિમિયા વિશે એવી રીતે સમજાવવામાં આવ્યું. આ બાળકો નિયમિત દવા લે તેની જવાબદારી નિશાળના વાલીઓ અને ડૉ. કે. આર. શ્રોફની ટીમના કાર્યકરોએ લીધી.
ત્રણ મહિના પછી ફરીથી તેમનો લોહીનો ટેસ્ટ થશે. જ્યાં સુધી તેમનું હિમોગ્લોબિન (લોહીનું પ્રમાણ) નિયત આંકડાને પાર ન કરે, ત્યાં સુધી આ સારવાર ચાલુ રહેશે. આ એક એવી સામાજિક જવાબદારી છે કે જ્યાં સુધી આ બધા બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ ના બની જાય ત્યાં સુધી નિયમિતપણે ચાલુ રાખવી પડશે. શ્રીમદ્દ રાજચંદ્ર મિશન હોસ્પિટલ અને ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન આ બાળકોના જીવનમાં એક નવી આશાનો સૂરજ લાવવા માટે પૂરી કોશિશ કરી રહ્યા છે, જેથી તેમનું ભવિષ્ય સારું અને સ્વસ્થ બની શકે.
No comments:
Post a Comment