Jinal carried a fierce dream across the school ground: a place on the state cricket team. On the decisive day of selection, the sole of her shoe tore apart. Her stride faltered, but her resolve did not. When she stood before the selectors, shame pressed heavily on her. She hid her feet, unwilling to reveal the torn shoe. When questioned, she invented an injury. The truth was simpler and sharper: she feared her broken footwear would betray her poverty and cost her the opportunity she had worked for.
The incident carved a permanent mark in her mind. It became a private vow that no child should ever be forced to bear humiliation born of circumstances beyond their control.
Years later, as part of KRSF, she spoke of it openly. She cited a Telugu proverb:
“Padulennā vāḍu, jīvitanunna vāḍu samānam.”
“A person without footwear is like a person without life.”
The line was not metaphor. It was an exact description of the risks children face when they walk barefoot: cuts that fester, blisters that turn septic, infections that lead to gangrene, tetanus from untreated wounds, hookworms entering through unprotected skin, skeletal deformities from years of pressure on unshielded feet, burns from blistering roads, numbness from cold surfaces, and the quiet, internal collapse caused by shame when every other child has footwear and one stands apart in visible deprivation.
KRSF recognized the seriousness of her concern. They placed a challenge before her:
“Whatever amount you can raise, we will match.”
She began the effort with intensity. She visited friends, relatives, and acquaintances and collected ₹28,000. KRSF teachers advanced it further, raising the pool to ₹1.20 lakh. The Foundation matched the amount, building a campaign fund of ₹2.40 lakh.
Planning was executed with strict precision. The objective was non-negotiable: every child must leave with a new pair of footwear. Measurements were taken for each child. Procurement and distribution were arranged to avoid gaps or errors. The team understood the physiological, psychological, and academic value of proper footwear.
Research established the scale of impact.
Footwear protects the foot’s 26 bones and more than 100 tendons.
Walking efficiency rises by nearly 40 percent.
UNICEF data shows school attendance can increase by up to 68 percent when children have shoes.
Thermal protection prevents injuries.
Social confidence stabilizes.
Participation in school activities increases.
In the severe summer heat, Jinal and the KRSF team traveled through 10 underserved talukas of Gujarat and distributed 7,992 pairs of new footwear.
These numbers represent structural change in the daily experience of thousands of children. Health improved. Dignity stabilized. Confidence rose. School pathways became accessible without pain or embarrassment.
“Child First” is the Foundation’s core value. When an office employee converts that value into measurable action, the principle proves its weight.
પાદુલેન્ના વાડુ, જીવિતમુન્ના વાડુ
બાળક સૌ પ્રથમ – બાળક માટે કંઈ પણ
શાળાના મેદાન પર જીનલનું મોટું સ્વપ્ન ધબકી રહ્યું હતું-રાજ્યની ક્રિકેટ ટીમમાં સ્થાન પામવાનું. સિલેક્શનનો મહત્વનો દિવસ હતો અને અચાનક તેના બૂટનો સોલ ફાટી ગયો, દોડવું મુશ્કેલ બન્યું છતાં તેનો જુસ્સો ઓછો ન થયો. જ્યારે સિલેક્ટર સર સામે જવાનું થયું, ત્યારે જીનલે ફાટેલા બૂટની શરમ આવી અને તે પગ સંતાડવા લાગી. સરે પૂછ્યું તો તેણે ગભરાઈને વાગ્યાનું બહાનું કાઢ્યું, હકીકતમાં ને ફાટેલા બૂટ છુપાવી રહી હતી, કારણ કે તેને ડર હતો કે કદાચ તેના કારણે પસંદગી નહીં થાય.
એ દિવસ જીનલ માટે માત્ર એક ખરાબ સ્વપ્ન નહોતું રહ્યું. તે દિવસે જીનલે મનમાં ગાંઠ વાળી લીધી કે કોઈ પણ બાળકને આવી પીડાદાયક અને અપમાનજનક પરિસ્થિતિમાંથી પસાર થવું ન જોઈએ. જયારે KRSF માં જોબ કરતા કરતા… તેણે KRSF ઓફિસમાં વાત કરી, અને સમજાવ્યું કે “પાદુલેન્ના વાડુ, જીવિતમુન્ના વાડુ” (તેલુગુ કહેવતઃ “ચપ્પલ વગરનો પગ, જીવન વગરનો માણસ એક સમાન”). આ કહેવત માત્ર કહેવત નહિ પરંતુ એ હકીકત દર્શાવે છે કે ચપ્પલ વગરના બાળકોને ગંભીર જોખમો હોય છે.
ખુલ્લા પગે ફરવાથી કાંકરા-કાચ વાગે તો પાકું (ઇન્ફેક્શન) થઈ જાય, ફોલ્લા થાય, લોહી બગડે એવું (ગેંગ્રીન) પણ થઈ શકે. પહેલાંના વખતમાં વાગ્યા પછી ધનુર્વા (ટેટનસ) થઈ જતો. હૂકવર્મ જેવા નાના જીવડાં પગના ચામડીમાં ઘુસી જાય. આખો વખત ઉઘાડા પગે રખડીએ તો પગના હાડકાંનો ઘાટ બદલાઈ જાય. તપેલા રસ્તા પર કે બરફ પર ચાલીએ તો પગ દાઝી જાય. અને સ્કૂલમાં કે ગામમાં બધા જોડાં પહેરતા હોય ને આપણી પાસે ના હોય તો આપણને લઘુતાગ્રંથિ થાય મનમાં શરમ આવે. KRSFએ જીનલના આ ઉમદા વિચારને સાંભળ્યો અને તેને પ્રોત્સાહન આપ્યું. તેમણે એક પડકાર આપ્યોઃ "તું જેટલા રૂપિયા દાનમાં એકત્ર કરી શકીશ, એટલી જ રકમ અમે અમારી તરફથી ઉમેરીશું." તેણે નક્કી કર્યું કે તે બનતી તમામ મહેનત કરશે. તેણે પોતાના મિત્રો, પરિવારજનો અને પરિચિતો પાસે જઈને આ ઝુંબેશ વિશે વાત કરી અને તેમની પાસેથી ₹૨૮,૦૦૦ ભેગા કર્યા. આ જ ઝુંબેશમાં KRSFના શિક્ષકોએ પણ આગળ આવીને દાન આપ્યું, જેના કારણે કુલ દાનની રકમ ₹૧.૨૦ લાખ સુધી પહોંચી. ત્યારબાદ, KRSF સંસ્થાએ એટલી જ રકમ ઉમેરી. આ રીતે લગભગ ₹૨.૪૦ લાખ જેવી માતબર રકમ એકત્ર થઈ ગઈ. જીનલ અને KRSFની ટીમે દરેક બાળકને નવાં ચપ્પલ મળે અને કોઈ પણ બાળક અમારી પાસે આવેલો ખાલી હાથે પાછો ના જાય તે માટે અત્યંત ચોકસાઈપૂર્વક આયોજન કર્યું હતું. તેઓ જાણતા હતા કે યોગ્ય ફૂટવેર બાળકોના નાજુક પગ માટે કેટલું મહત્વનું છે.
સંશોધન દર્શાવે છે કે સારાં જૂતાં પહેરવાથી પગના ૨૬ હાડકાં અને ૧૦૦ થી વધુ બધનીન સુરક્ષા મળે છે. એટલું જ નહીં, ચાલવાની ગતિમાં લગભગ ચાલીસ ટકા જેટલો સુધારો થાય છે અને યુનિસેફના આંકડા અનુસાર શાળામાં બાળકોની હાજરી પણ ૬૮ ટકા સુધી વધી શકે છે. ફૂટપાથ કે રોડની તીવ્ર ગરમી કે ઠંડીથી તેમના પગ સુરક્ષિત રહે છે, જેના કારણે તેઓ શિક્ષકો સામે શરમ અનુભવતા નથી અને રમતગમત જેવી પ્રવૃત્તિઓમાં પણ સક્રિયપણે ભાગ લઈ શકે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, ટીમે દરેક બાળકનું કાળજીપૂર્વક પગનું માપ લીધું અને આ ઉનાળાની સખત ગરમીમાં પણ, જીનલ અને KRSFની ટીમે ગુજરાતના ૧૦ જરૂરિયાતમંદ તાલુકાઓમાં પહોંચીને કુલ ૭૯૯૨ જોડી નવાં ફૂટવેરનું વિતરણ કર્યું! આ માત્ર આંકડા નથી, આ હજારો બાળકોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં આવેલું નોંધપાત્ર પરિવર્તન છે. આજે ઘણાં બાળકો આત્મવિશ્વાસથી શાળાએ જઈ શકે છે “બાળક સૌ પ્રથમ” એ અમારા પાયાનું મૂલ્ય છે – અને એને અમારી ઓફિસના કર્મચારી પણ નિભાવે ત્યારે. એ ભાવનાને સલામ.
No comments:
Post a Comment