Friday, 7 November 2025

A Village Where Every Tree Belongs to Everyone

“Anyone may freely eat as many fruits as they like from our trees.”

This simple declaration captures the spirit of Gadhi village in Sabarkantha — a place where love for trees is woven into the very character of the community. The moment you enter the village, the sight of flourishing mango and jamun orchards lifts the mind. Here, the old saying “Ram ki chidiya, Ram ka khet — khaale chidiya bhar-bhar pet” feels entirely real.
No one is stopped. No one is questioned.
Fruits are for all.

The Panchayat has never viewed these orchards as a source of income. Their stance is clear: nature’s gifts are meant to be shared.

Gadhi village holds a deep conviction that every open space must hold a tree. With this intent, they approached the Dr. K. R. Shroff Foundation and VSSM to help expand their green cover. Together with the villagers, more than 4,500 trees were planted — and today, those trees stand tall and thriving.

The village Sarpanch expressed a firm desire to plant even more trees in the coming year and to continue working with us. This commitment is not routine; it reflects deep ecological awareness and a rare generosity toward the environment.

Gadhi’s example demonstrates what a village can become when its people choose to live with nature rather than merely alongside it.

ઝાડના ફળ જેને જેટલા ખાવા હોય તે મફત ખાય

સાબરકાંઠાનું ઘડી ગામ વૃક્ષો માટે મમતા રાખનારુ અનોખુ ગામ. ગામમાં આંબા અને જાંબુની વાડીઓ જોતાં જ મન પ્રસન્ન થઈ જાય. અહીં “રામ કી ચિડીયા, રામ કા ખેત, ખાલે ચિડીયા ભર ભર પેટ” આ ઉક્તિ સાચી ઠરે છે. આંબા પરની કેરીઓ અને જાંબુ સૌ કોઈ મન ભરીને ખાઈ શકે છે, કારણ કે પંચાયતને તેને વેચીને આવક ઊભી કરવાની ભાવના નથી. ઘડી ગામ પોતાના ગામની તમામ, ખુલ્લી જગ્યાઓમાં વૃક્ષો વવાય તેવી ભાવના રાખે. એ ભાવનાથી જ એમણે ડો. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન (KRSF) તેમજ VSSM ને પોતાના ગામમાં વૃક્ષો વાવી ઉછેરવા મદદરૂપ થવા કહ્યું અને અમે ગામના સહયોગથી ત્યાં ૪૫૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું. વાવેલા વૃક્ષો આજે ખૂબ સરસ રીતે ઉછરી રહ્યા છે. ગામના સરપંચશ્રીએ કહ્યું કે, આવતા વર્ષે હજુ વધારે વૃક્ષો ગામમાં વવાય તેવી તેમની ઈચ્છા છે અને અમે સાથે મળીને આ કાર્ય કરીએ. ખરેખર, આ કેવી ઉમદા ભાવના! ઘડી ગામની જેમ સૌ કોઈ પોતાના ગામને વૃક્ષ આચ્છાદિત કરે તેવી અમારી શુભભાવના છે.

No comments:

Post a Comment