In the Anushasana Parva of the Mahabharata, Yudhishthira asks Bhishma Pitamah about the highest form of charity. Bhishma’s answer remains timeless:
the land that nourishes life is sacred, and on such land, building a lake is an act of supreme merit.
A lake, he said, sustains every form of life and brings lasting glory to the one who creates it.
This wisdom from five thousand years ago is not poetic exaggeration.
Water is the foundation of life. Nature pours this nectar upon the earth, but the responsibility to collect, conserve, and manage it is ours. When we fail at this stewardship, scarcity follows.
Over the decades, villages gradually abandoned their traditional lakes and jalmandirs. Silt accumulated, depths reduced, and reservoirs that once replenished entire regions became little more than dry basins. Everyone forgot a simple truth:
when a lake fills, every well and borewell fills with it.
To restore what had been lost, we began reviving these neglected water bodies.
Under the Sujalam-Sufalam scheme, the ancient lake of Mojru village in Banaskantha was deepened through the combined efforts of the government, Dr. K. R. Shroff Foundation, and VSSM. The government will also release Narmada water into this lake, ensuring strong groundwater recharge and year-long water security.
This revived lake now stretches across the landscape with a magnitude that villagers describe as “as large as the Narmada Dam.”
It stands as proof that when communities, government institutions, and committed organizations come together, forgotten reservoirs can return to life.
Our hope is clear:
that lakes across village after village rise again, that our ancient water temples are restored, and that many more organizations join this essential movement to protect the future of water.
બનાસકાંઠામાં નર્મદા ડેમ જેવું તળાવ
મહાભારતના અનુશાસનપર્વ- દાનધર્માન પર્વના અધ્યાય અઠ્ઠાવનમાં દાનધર્મનું મહત્વ શું છે તે પ્રશ્ન બાણશય્યા ઉપર સૂતેલા ભીષ્મ પિતામહને યુધિષ્ઠિર પુછે છે. જેના જવાબમાં પિતામહ યુધિષ્ઠિરને સમજાવતાં કહે છે, જેમાં પુષ્કળ પ્રકારનું ધાન્ય ઉત્પન્ન કરવાની શક્તિ હોય જેમાં પ્રાણીમાત્રને નિવાસ કરવાની અનુકૂળતા હોય તે ભૂમી શ્રેષ્ઠ છે. આવી ભૂમિમાં તળાવો બંધાવવાં એ ઉત્તમ કાર્ય. જે વ્યક્તિ તળાવ બંધાવે તે વ્યક્તિ ત્રણે લોકમાં પૂજાય. તળાવ પ્રાણીમાત્ર માટે ઉપકાર કરનારુ છે. તળાવો બંધાવા તે અતિ ઉત્તમ કીર્તિદાયક છે.
તળાવની મહત્તા આજથી પાંચ હજાર વર્ષ પહેલા લખાયેલા મહાભારતમાં આ રીતે વર્ણવામાં આવી છે. મૂળ તો જીવન પાણી વગર અશક્ય. ઈશ્વર ધરતી પર અમૃતરૂપી પાણી વરસાવે. આ બધા પાણીને ઝીલવામાં આવે અને એનું યોગ્ય વ્યવસ્થાપન થાય તો પાણીની અછત ન રહે. પણ આપણે વ્યવસ્થાપન ભૂલ્યા ને ક્યાંક પાણી ધારણ કરનાર વાસણ એટલે કે તળાવો-જલમંદિરોને પણ ભૂલ્યા.
આ તળાવો માટી ભરાતા છીછરા થાય તેમાં પાણી ભરાવવાની ક્ષમતા ન રહી ને એટલે પેલી કહેવત પ્રમાણે કૂવામાં હોય તો અવાડામાં આવે. તળાવમાં પાણી ભરાય તો બોરવેલ, કૂવામાં આવે. પણ પાછલા ચાલીસ વર્ષમાં લોકો તળાવને ભૂલ્યા. અમે આવા તળાવોના જિર્ણોદ્ધારનું કાર્ય આરંભ્યું.
સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત બનાસકાંઠાના મોજરુ જુના ગામનું તળાવ સરકાર અને KRSF એ VSSM સાથે ભાગીદારીમાં ઊંડુ કર્યું. ભૂગર્ભજળ ઝટ ઉપર આવે તે માટે સરકાર દ્વારા આ તળાવમાં મા નર્મદાના પાણી પણ નંખાશે. ગામે ગામ જલમંદિરો ઊંડા થાય તેવી અપેક્ષા રાખીએ છીએ અને આ સતકાર્યમાં KRSF, VSSM સાથે અનેક સંસ્થાઓ જોડાય તેવી ભાવના રાખીએ છીએ.
No comments:
Post a Comment