Saturday, 8 November 2025

The ₹3,000 That Changed an Entire Household

A stipend of ₹3,000 became a turning point. For some, that amount is insignificant. For her, it felt like sudden deliverance. Four siblings. A small fragment of farmland. A father who tightened every corner of his life to educate his children. She studied, but no job came. She remained unmarried. She worked on the farm, yet carried the persistent weight of feeling like a burden. Hope was fading.

Then employment arrived through Dr. K. R. Shroff Foundation. During her training period, the stipend was ₹3,000. The family’s land produced too little to sustain them for the entire year. Her earnings became structural support. Earlier, when money ran out and the family needed essentials, the shopkeeper sometimes extended credit and sometimes refused. After she began earning, the response changed. When her sister or father went to buy necessities, the shopkeeper said: “Your daughter earns now. Pay when her salary comes. Take what you need.”
The ability to obtain essentials on credit because she earned that salary carried immense weight.

Premilaben of Jawli village in Narmada district is defined by steady work and loyalty to her family. She supported her parents in farming without hesitation. When the Foundation’s founder, Shri Pratulbhai Shroff, visited Narmada to review educational initiatives, he learned that Premilaben had purchased a pair of bullocks for her father and that her contribution had altered the family’s economic stability. He visited her home. The family received him with quiet respect and expressed gratitude for the opportunity she had received.

The Foundation has enabled livelihoods for more than 250 educated yet unemployed youth in Narmada district. The strength of this team forms the backbone of the educational progress taking place across the region.

૩,૦૦૦ના સ્ટાયપન્ડથી મને નોકરી મળી અને મને જાણે રામ મળ્યા. કોઈ માટે આ રકમ કદાચ નાની હશે. પણ, મારા માટે આ લાખો રૂપિયા જેવી. અમે ચાર ભાઈ-બહેન. પપ્પાની નાનકડી ખેતી. એમણે પેટે પાટા બાંધીને અમને ભણાવ્યા. હું ભણી પણ મારી પાસે નોકરી ન હતી. લગ્ન પણ બાકી. ખેતીકામ કરુ છતાં જાણે બોજ હોઉ એવું લાગતું. નાસીપાસ થઈ ગયેલી. એ વખતે મને ડૉ.કે.આર.શ્રોફ ફાઉન્ડેશનમાં શિક્ષીકા તરીકે નોકરી મળી. તાલીમ ચાલતી હતી એ વખતે મને ૩,૦૦0 રૂપિયા પગાર મળતો.

અમારી ખેતીની જમીન કઈ બહુ મોટી નહીં. જે મળે એમાંથી બાર મહિના નીકળી જાય એવું પણ નહીં. આવામાં મારો પગાર મારા પરિવારમાં ટેકારૂપ સાબિત થયો. પહેલા ઘરમાં પૈસા ન હોય ને ઘરમાં જરૂરી સામાન લાવવાનો થાય તો દુકાનદાર ક્યારેક ઉધાર આપે, ક્યારેક ન પણ આપે. પણ, હું નોકરી કરતી થઈ પછી ઘરમાંથી મારી બહેન કે પપ્પા સામાન લેવા જાય તો કહે, તમારી દીકરી કમાય છે, પગાર આવશે એટલે ઉધાર ચુકવી દેશે તમને જે જોઈએ એ સામાન લઈ જાવ. હું કમાતી થઈ એટલે ઉધારમાં સામાન મળે આ મારે મન બહુ મોટી વાત.

નર્મદા જિલ્લાના જાવલીગામ પ્રેમિલાબેન રહે. બહુ મહેનતુ પ્રેમિલા બહેનને પરિવાર પર અપાર સ્નેહ. ખેતીકામમાં મદદ કરીને એ ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશનના સ્થાપક આદરણીય શ્રી પ્રતુલભાઈ શ્રોફ નર્મદા જિલ્લામાં ફાઉન્ડેશનના શૈક્ષણિક કાર્યોને જોવા માટે આવ્યા ત્યારે એમને પ્રેમિલાબહેને પોતાના પિતાને ખેતીકામ માટે બળદો ખરીદીને આપ્યા ને ઘરમાં એમના આર્થિક ટેકાથી પરિવારની જિંદગી બદલાઈ ગઈ એ વાત જાણી. એમણે ખાસ પ્રેમિલાબેનને મળવા એમના ઘરે ગયા. પરિવારજનોએ ઉષ્માભેર પ્રતુલભાઈનું સ્વાગત કરી પોતાની દીકરીને નોકરી આપવા બદલ એમનો આભાર માન્યો.

ફાઉન્ડેશન નર્મદા જિલ્લામાં ૨૫૦ થી વધારે ભણેલા પણ બેરોજગાર હતા તેવા વ્યક્તિઓને રોજી રોટી આપી છે. બાળકોના ભવિષ્યને ઊજળુ બનાવવા મથતી અમારી ટીમ પર અમને ગૌરવ છે. 

No comments:

Post a Comment