Saribar is a quiet village, but its silence hid a shortage of teachers. To fill the gap, KRSF assigned a supplemental teacher—Iswarbhai. At first, the placement seemed routine. It took only a short while to understand that nothing about him was ordinary.
When the school day ends, most teachers close their registers. Iswarbhai does the opposite—he opens new worlds for children who struggled even to identify letters. He holds their hands, steadying their fingers, guiding them into the landscape of words. He breaks down mathematical problems with such clarity that lessons feel like play.
His work shifts further the moment he notices the children’s basic needs—needs others overlook.
No barber in the village.
He cuts the children’s hair himself.
A child comes unwashed.
He bathes the child, teaching hygiene without embarrassment.
The school’s wiring fails.
He becomes the electrician, climbs up, and repairs it.
One person, countless roles. None performed for recognition. His only driving force: the children must learn, must advance.
He formed volleyball teams for boys and girls. He trained them, taught them teamwork, taught them how to win, how to lose, and how to stand again. He understood that sport sharpens the mind as much as the body and that life mirrors the rhythm of any game.
The villagers watched his work quietly. Their verdict was precise:
“One elephant is equal to a hundred men.”
A single person doing the work of hundreds.
The results of the year confirmed the statement. Children once dismissed as hopeless stood confidently at the front—reading, computing, participating, performing. Their progress carried the unmistakable imprint of one teacher’s discipline and imagination.
This is Iswarbhai’s impact. This is his magnitude.
At Dr. K. R. Shroff Foundation, we seek individuals who turn education into transformation. After hearing his story, the Foundation’s founders, Pratulbhai and Udaybhai, had only one assessment:
“He is our hero.”
આ શિક્ષક અભિનેતા કરતા પણ વધુ રોલ ભજવે છે સરીબાર ગામ… નામ સાંભળવામાં જેટલું શાંત લાગે છે, અને એની શાળામાં શિક્ષકની ઘટ એ ઘટને અમે એક પૂરક શિક્ષકના સામાન્ય રૂપમાં મુક્યા ઈશ્વરભાઈ! પછી અમને જ લાગ્યું કે આ સામાન્ય નથી!!! વિચારો તો, શાળાના દરવાજા બંધ થાય અને આ શિક્ષક એક નવી જ દુનિયા ખોલે. જે બાળકોને કક્કો ઘૂંટવામાં પણ તકલીફ પડતી હતી, તેમની આંગળી પકડીને એમને શબ્દોના આકાશમાં ઉડાવે. ગણિતના અઘરા કોયડાઓને એવી સરળ રીતે ઉકેલે કે જાણે રમતા રમતા બધું આવડી જાય! પણ ઈશ્વરભાઈની કહાનીમાં ફિસ્ટ તો ત્યારે આવે છે જ્યારે તમે જુઓ કે આ શિક્ષક માત્ર ભણાવતા નથી. એ તો જરૂરિયાતોને પારખી લે છે. ગામમાં વાળંદ નથી? તો પોતે જ વાળંદ બનીને બાળકોના વાળ કાપી આપ્યા, કોઈ બાળક ગંદો આવે? તો સ્વચ્છતાના પાઠ ભણાવવા પ્રેમથી નવડાવી દે! શાળાની લાઈટ ગઈ? બની જાય ઈલેક્ટ્રીશીયન ને જાતે જ ચઢી જાય રિપેર કરવા! જાણે એકલો માણસ અને કામ અનેક! આ બધાની પાછળ એમનો કોઈ સ્વાર્થ નથી. બસ એક જ ધૂન કે મારા બાળકો ભણે, આગળ વધે! એટલે જ તો એમણે છોકરા-છોકરીઓની વોલીબોલ ટીમ બનાવી. એમને રમતા શીખવ્યું, હાર-જીતનો પાઠ ભણાવ્યો. કેમ ખબર છે? કારણ કે ઈશ્વરભાઈ જાણે છે કે જીવન પણ એક રમત જ છે! હવે આવે છે સસ્પેન્સ... આ બધું જોઈને ગામના લોકો શું કહેતા હતા? એમ જ કહેતા હતા કે, "એકલો હાથી લાખનો!” મતલબ, ઈશ્વરભાઈ એકલા હોવા છતાં લાખોની બરાબર કામ કરી રહ્યા છે! આ વર્ષે જે પરિણામ આવ્યું છે ને ભાઈ, એ તો કોઈ ચમત્કારથી ઓછું નથી! જે બાળકોને કોઈ આશા નહોતી, તેઓ આજે ડંકો વગાડી રહ્યા છે! આ કોનો જાદુ છે? આ જાદુ છે ઈશ્વરભાઈનો! ડો. કે.આર. શ્રોફ ફાઉન્ડેશન આવા જાદુગરોને શોધે છે. એમને ખબર છે કે શિક્ષણનો સાચો પ્રકાશ આવા જ લોકો પાથરી શકે છે. ઈશ્વરભાઈની આ કહાની સાંભળીને ફાઉન્ડેશનના સ્થાપક પ્રતુલભાઈ અને ઉદયભાઈ બોલી ગયા, “આ તો અમારો હીરો
No comments:
Post a Comment