The “One Child – One Tree” campaign began on 1 July 2023 in Khedbrahma. The initiative moved forward with guidance from Hon. Collector of Sabarkantha Shri Naimishbhai Dave (IAS), RFO Shri Nareshbhai Chaudhary, the DFO, and Shri Shreyasbhai Patel. The first phase was launched in Galodia village with a seminar attended by the Collector, Forest Department officials, the Education Department, and members of the Dr. K. R. Shroff Foundation.
In its initial phase, 13,989 saplings were distributed across 82 schools in Khedbrahma and Poshina.
The programme then expanded to Bhiloda, Vadali, Vijaynagar, and Meghraj, where 28,184 saplings were given across 231 schools.
A survey conducted two years later recorded 18,429 surviving saplings, marking a strong environmental impact and high community involvement.
In 2024, the Foundation launched the “One Tree – In Mother’s Name” programme in 332 schools across Sabarkantha, Aravalli, and Banaskantha, distributing 35,296 saplings—one to each child. Cluster heads, teachers, and students took active responsibility for nurturing the plants.
For 2024–25, Girishbhai Prajapati was given full leadership of the campaign. Under his guidance, 39,674 saplings were distributed across 785 schools, and taluka-level nurseries were established to maintain a steady supply of saplings for rural communities and schools.
This consistent environmental work earned the Dr. K. R. Shroff Foundation district-level recognition for three consecutive years—2023, 2024, and 2025.
The next phase aims to nurture 75,000 saplings, with key schools participating:
-
H. K. Patel High School (Unchidhanal), Khedbrahma
-
Shrikant Ashramshala (Demti), Poshina
-
Sarasav Primary School, Vijaynagar
-
Shiladri Primary School, Bhiloda
-
Dhoondera Primary School and Shanagal Primary School, Meghraj
The initiative is strengthened by the collaboration of the Forest Department, the Education Department, zonal and cluster heads, team leaders, and teachers of the Dr. K. R. Shroff Foundation.
Guidance from Aravalli District Development Officer Shri Dipeshbhai Kediya (IAS) and District Primary Education Officer Shri Naineshbhai Dave played a vital role.
Exceptional support came from all regional RFOs:
-
Dr. Dhavalbhai Gadhvi, DFO (Sabarkantha–Aravalli)
-
Shri Nareshbhai Chaudhary, RFO (Khedbrahma–Poshina)
-
Shri Gopalbhai Patel, RFO (Idar)
-
Shri Sanjaybhai Kharadi, RFO (Vijaynagar)
-
Shri Hasmukhbhai Dabhi, RFO (Vadali)
-
Shri Mehulbhai, RFO (Meghraj)
-
Shri Rajubhai Damor, RFO (Bhiloda)
Forest staff worked with full commitment, and support from BRC Coordinators, CRC Coordinators, principals, and teachers further strengthened the campaign’s reach.
This initiative goes far beyond distributing saplings. It is shaping environmental consciousness, responsibility, and deep ecological sensitivity among students. What began as a simple activity has evolved into a community-driven movement—one that will leave a lasting ecological legacy for the generations to come.
એક બાળ -એક વૃક્ષ અભિયાનની શરૂઆત ૧ જુલાઈ ૨૦૨૩ના રોજ ખેડબ્રહ્માથી કરવામાં આવી હતી. આ અભિયાનને આગળ વધારવા માટે માનનીય કલેક્ટરશ્રી, સાબરકાંઠા નૈમેષભાઈ દવે સાહેબ, IAS, આર.એફ.ઓ. શ્રી નરેશભાઈ ચૌધરી સાહેબ, ડી.એફ.ઓ. અને શ્રી શ્રેયસભાઈ પટેલ સાહેબનું માર્ગદર્શન મળ્યું. અભિયાનની શરૂઆત ગલોડીયા ગામે સેમિનાર દ્વારા થઈ હતી, જેમાં કલેક્ટર સાહેબ, ફોરેસ્ટ વિભાગ, શિક્ષણ વિભાગ તથા ડો. કે.આર. શ્રોફ ફાઉન્ડેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ તબક્કામાં ખેડબ્રહ્મા અને પોશીનાની ૮૨ શાળાઓમાં ૧૩,૯૮૯ છોડોનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ આ કાર્યક્રમ ભિલોડા, વડાલી, વિજયનગર અને મેઘરજ સુધી વિસ્તર્યો, જ્યાં ૨૩૧ શાળાઓમાં કુલ ૨૮,૧૮૪ છોડો વિતરણ કરાયા. ફાઉન્ડેશન દ્વારા કરાયેલા સર્વે (૨ વર્ષ બાદ) મુજબ તેમાંથી ૧૮,૪૨૯ છોડો જીવંત રહ્યા હતા.
૨૦૨૪માં "એક પેડ–માંકે નામ" કાર્યક્રમ સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠાની ૩૩૨ શાળાઓમાં અમલમાં આવ્યો, જેમાં કુલ ૩૫,૨૯૬ વિદ્યાર્થીઓને એક-એક છોડ આપવામાં આવ્યો. આ અભિયાનમાં ડો. કે.આર. શ્રોફ ફાઉન્ડેશનના તમામ ક્લસ્ટર હેડ અને શિક્ષકોએ તથા વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો. ૨૦૨૪-૨૫માં ગીરીશભાઈ પ્રજાપતિને આ અભિયાનની સ્વતંત્ર જવાબદારી સોંપવામાં આવી, જેમાં ૭૮૫ શાળાઓમાં ૩૯,૬૭૪ છોડોનું વિતરણ કરવામાં આવ્યું તથા તાલુકા સ્તરે નર્સરીઓ ઊભી કરવામાં આવી. આ નર્સરીઓ દ્વારા ગામ અને શાળાઓમાં સતત છોડોની ઉપલબ્ધિ રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું.આ અભિયાનની સફળતા અને પર્યાવરણ પ્રત્યેના અનન્ય યોગદાનને કારણે ડો. કે.આર. શ્રોફ ફાઉન્ડેશનને જિલ્લા સ્તરે વર્ષ ૨૦૨૩, ૨૦૨૪ અને ૨૦૨૫ માં સન્માન પ્રાપ્ત થયું છે.
આગામી તબક્કામાં ૭૫,૦૦૦ છોડ ઉછેરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે. તેમાં ખેડબ્રહ્મા તાલુકાની એચ. કે. પટેલ હાઈસ્કૂલ (ઉંચીધનાલ), પોશીનાની શ્રીકાન્ત આશ્રમશાળા (દેમતી), વિજયનગરમાં સરસવ પ્રાથમિક શાળા, ભિલોડાની શિલાદ્રી પ્રાથમિક શાળા તેમજ મેઘરજ તાલુકાની ઢૂંઢેરા પ્રાથમિક શાળા તથા શણગાલ પ્રાથમિક શાળાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામગીરીને આગળ વધારવા માટે ફોરેસ્ટ વિભાગ, શિક્ષણ વિભાગ તેમજ ડો. કે.આર. શ્રોફ ફાઉન્ડેશનમાંથી ઝોનલ હેડ, ક્લસ્ટરહેડ, ટીમ લીડર અને શિક્ષક મિત્રોની વિશાળ મદદ મળી છે. વિશિષ્ટ કરીને અરવલ્લી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી મહોદયશ્રી દિપેશભાઈ કેડીયા સાહેબ, IAS અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નૈનેશભાઈ દવે સાહેબનું મહત્વપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. સાથે સાથે તમામ તાલુકાના આર.એફ.ઓ. નો સહકાર અભૂતપૂર્વ રહ્યો છે, જેમાં સાબરકાંઠા-અરવલ્લીના ડી.એફ.ઓ. ડો.ધવલભાઈ ગઢવી સાહેબ, ખેડબ્રહ્મા-પોશીનાના આર.એફ.ઓ શ્રી નરેશભાઈ ચૌધરી સાહેબ, ઈડરના આર.એફ.ઓ. શ્રી ગોપાલભાઈ પટેલ સાહેબ, વિજયનગરના આર.એફ.ઓ. શ્રી સંજયભાઈ ખરાડી સાહેબ, વડાલીના આર.એફ.ઓ.શ્રી હસમુખભાઈ ડાભી સાહેબ, મેઘરજના આર.એફ.ઓ. શ્રી મેહુલભાઈ સાહેબ તથા ભિલોડાના આર.એફ.ઓ. શ્રી રાજુભાઈ ડામોર સાહેબનો સમાવેશ થાય છે. આ સાથે તમામ ફોરેસ્ટ સ્ટાફનો પણ સંપૂર્ણ સહયોગ રહ્યો છે.
શિક્ષણ વિભાગમાંથી બી.આર.સી. કો.ઓર્ડીનેટરશ્રી, સી.આર.સી કો.ઓર્ડીનેટરશ્રી, આચાર્ય તથા શિક્ષકગણનું સતત પ્રોત્સાહન અને સહકાર મળતો રહ્યો છે. આ અભિયાન માત્ર વૃક્ષારોપણ પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, જવાબદારી અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ વિકસાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ રીતે અભિયાન એક મોટું સામાજિક આંદોલન બની રહ્યું છે, જેમાંથી ભવિષ્યમાં પર્યાવરણને લાંબા ગાળાનો લાભ મળશે.
No comments:
Post a Comment