Friday, 7 November 2025

When Children Turned Saplings Into a State-Recognized Movement

The supplementary teachers of Sabarkantha are no longer confined to textbooks. They have expanded the definition of education. Here, learning includes responsibility for the earth itself. Children read, write, count—and they also learn to restore the world they live in.

Every child has been given a sapling. Each child has been made a gardener. They water it, protect it, and watch it grow. Through this practice, they are absorbing a lesson that no textbook can match: nurturing a plant is an act that refines character.

Parents stand with their children. Teachers and school staff reinforce every step. What started as a modest idea has become a disciplined environmental initiative. Today, this collective effort has created a green force of more than seventy thousand trees, each representing care, commitment, and ecological understanding.

The work of these children has reached the Gujarat Legislative Assembly. This recognition marks a significant moment.
The Speaker of the Legislative Assembly, Shri Shankarbhai Chaudhary, along with Forest and Environment Minister Shri Mulubhai Bera and Shri Mukeshbhai Patel, reviewed the initiative. KRSF’s environmental coordinators, Rahulbhai and Girishbhai, were invited to the Assembly to present the detailed work. Environmental organizations from across Gujarat attended.

The leaders extended strong appreciation. Their response affirmed a clear truth: small actions undertaken by children can influence the larger development of the state.

Seeing such environmental consciousness emerge from young students carries a distinct weight. Their actions have earned acknowledgment that many adults strive for.

વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ KRSF દ્વારા ધરતીને હરિયાળી કરવાના પ્રયત્નોને બીરદાવ્યા

સાબરકાંઠાની અમારા પુરક શિક્ષકો દ્વારા હવે માત્ર પુસ્તકોનો જ નહિ, પરંતુ પર્યાવરણનો પણ પાઠ ભણાવાઈ રહ્યો છે. અહીં શિક્ષણનો એક નવો માળો ઊભો થયો છે, જેમાં બાળકોને માત્ર લખવું અને વાંચવું જ નહિ, પણ ધરતી માટે કંઈક કરવું પણ શીખવાઈ રહ્યું છે. દરેક બાળકને એક વૃક્ષ આપીને માળી બનાવી દીધા છે – તેઓ પોતે એને ઉછેરે છે, તેને પાણી પીવડાવે છે, તેની દેખભાળ કરે છે અને તેનું રક્ષણ પણ કરે છે. આ રીતે બાળકો શીખી રહ્યા છે કે એક છોડ ઉછેરવો એ જીવન જીવવાની સૌથી સુંદર તાલીમ છે.

જ્યાં બાળકો મમ્મી-પપ્પાની સાથે વૃક્ષના પાલનહાર બને છે, ત્યાં શિક્ષકો અને શાળાના કાર્યકરો પણ પાછળ નથી. તેઓ બાળકોના લીલાં મિત્રોના માર્ગદર્શક બનીને તેમને આ કાર્યમાં પ્રેરણા આપે છે, માર્ગ બતાવે છે. આવું કરવાની શરૂઆત એક નાનાં પગલાંથી થઈ હતી, પણ આજે તે એક વિશાળ યાત્રા બની ગઈ છે. માત્ર કેટલાંક છોડ ઉછેર્યા એવું નથી, પણ આજે અમારી પાસે ૭૦,૦૦૦થી વધુ વૃક્ષોનું લીલું લશ્કર ઊભું થયું છે—દરેક વૃક્ષ એક સંકલ્પનું, પ્રેમનું અને સંવેદનાનું પ્રતિક છે.

અમારા બાળકોના આ નાના પ્રયાસો હવે ગુજરાત રાજ્યના વિધાનસભા સુધી પણ પહોંચ્યા છે. જે આપણા માટે એક અનોખું ગૌરવ છે. વિધાનસભાના આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરા તથા શ્રી મુકેશભાઈ પટેલ સુધી અમારી આ લીલી ક્રાંતિની ગાથા પહોંચાડવામાં આવી. ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશનના લીલા કાર્યકરો રાહુલભાઈ અને ગીરીશભાઈએ પર્યાવરણ સંબંધિત આ કાર્યની સંપૂર્ણ રજૂઆત કરવા વિધાનસભાના આંગણે આવવા આમંત્રણ મળ્યું. ગુજરાતભરની અનેક વૃક્ષપ્રેમી સંસ્થાઓ પણ આ પ્રસંગે હાજર રહી.

બધા મહાનુભાવોએ આપણા આ સંકલ્પને હૃદયપૂર્વક બિરદાવ્યો—અને એ થી ઊંડો સંદેશો મળ્યો કે નાનાં બાળકોના નાનાં પગલાં પણ રાજ્યના વિકાસમાં મોટું યોગદાન આપી શકે છે.

નાના બાળકોથી પણ આવું પરિવર્તન આવે અને તે મોટા લોકો ઝીલી લે તે જોઈ ખુશી थाय...

No comments:

Post a Comment