Saturday, 8 November 2025

Where Self-Reliance Turns Ordinary Lives Into Ascending Trajectories

Stories of families strengthened through our loan program, and of women who built their independence through savings groups, reveal one truth:

“There are many who walk according to the lines on their hands;
walk instead by the stars—there lies true strength.”
— Shekhadam Abuvala

This line becomes concrete whenever we meet the families who have moved from uncertainty to stability through self-reliance.

Across more than twenty districts of Gujarat, KRSF has provided livelihood loans to households determined to secure economic independence. This work is carried out in partnership with VSSM.

Under the Self-Reliance Program, women are also supported in forming savings groups—collectives that develop the discipline and capital required to run independent businesses. In several districts, KRSF and VSSM jointly organized ceremonies to recognize loan recipients and women from savings groups who demonstrated notable progress. These gatherings took place in Banaskantha, Mahisagar, Vadodara, Kheda, Anand, and Ahmedabad. Members from each district attended.

Two women, Bhikhiben and Gauriben—each of whom established savings groups of ten women—were honored for their initiative. Their groups save a few hundred rupees every month. Bhikhiben’s group received a ₹5 lakh revolving fund under the government’s Mission Mangalam scheme.

Bhikhiben herself expanded her business through a loan from us. Earlier, she sold cutlery on a small mat in the vegetable market. Today, she operates a full cart and earns a stable, increased income.

Many loan recipients shared how their ventures grew after receiving support. Among them, individuals who achieved strong business progress and those who maintained timely installment payments even during personal and financial strain were honored by the Foundation’s founder, Shri Pratulbhai Shroff.

The Foundation’s intent remains steady:
to serve as an instrument of wellbeing.

“Someone showing you a dream is your fortune.
Taking the steps to fulfill that dream must be your own.
That is true self-reliance.”

અમારી પાસેથી લોન લઈને સક્ષમ થયેલા વ્યક્તિઓનું સન્માન તેમજ બચતમંડળ બનાવી આર્થિક સક્ષમ થવા માંગતી બહેનોની વાતો..

હાથની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા, ચાલ તારાઓની બદલે એ જ શક્તિમાન -શેખાદમ આબૂવાલાની આ વાત અમે જે પરિવારોને સ્વાવલંબી બનાવવા લોન આપી મદદ કરીએ એ પરિવારોને મળીએ ત્યારે ખરી લાગે.

ગુજરાતના વીસથી વધારે જિલ્લામાં KRSF દ્વારા આર્થિક રીતે સ્વાવલંબી બનવા માંગતા પરિવારોને લોન આપવામાં આવી છે. VSSM સાથે મળીને આ કાર્ય થઈ રહ્યું છે.

સ્વાવલંબન કાર્યક્રમ અંતર્ગત અમે સ્વતંત્ર ધંધો કરવા માંગતી બહેનોના સંગઠન-બચતમંડળો બનાવવાનું પણ કરીએ. અમે જેમને લોન આપી છે તે લોનધારકોમાંથી તેમજ બચતમંડળ બનાવ્યા પછી ઊડીને આંખે વળગે તેવી પ્રગતિ જેમણે કરી છે તેવા લોનધારકોના સન્માનનો કાર્યક્રમ KRSF અને VSSMની નિશ્રામાં બનાસકાંઠા, મહિસાગર, વડોદરા, ખેડા, આણંદ, અમદાવાદ જિલ્લામાં આયોજીત થયો. જેમાં જે તે જિલ્લાના લોનધારકો તેમજ બચતમંડળના બહેનો ખાસ ઉપસ્થિતિ રહ્યા.

કાર્યક્રમમાં અમારા ભીખીબહેન અને ગૌરીબહેને દસ દસ બહેનોના બચત મંડળ બનાવ્યા તેમના સન્માન થયા. આ બહેનોને બચતમંડળ થકી બહેનો નિયમીત દર મહિને બસો રૃપિયાની બચત કરે છે. ભીખીબહેનના મંડળને તો સરકારની મીશન મંગલ યોજના અંતર્ગત પ લાખ રૂપિયા રીવોલ્વીંગ ફંડ પેટે પણ મળ્યા.

શાકમાર્કેટમાં પથારો પાથરી કટલરી વેચતા ભીખીબહેને અમારી પાસેથી લોન લઈને ઘંઘો મોટો કર્યો. હવે તેઓ લારી પણ ધંધો કરે ને ઘણું કમાય છે.

ભીખીબહેન જેવા અનેક લોન ધારકોએ લોન લઈને શરૂ કરેલા ધંધામાં કેવી બરકત થઈ છે તેની વાત કરી. ઉપસ્થિતિ લોન ધારકોમાંથી જેમણે સૌથી સારી રીતે પોતાનો ધંધો વિકસાવ્યો હોય. ઘરમાં મુશ્કેલી આવી, ધંધો સાવ બેસી ગયો છતાં નિયમીત લોનના હપ્તા ભર્યા હોય તેવા લોન ધારકોનું સન્માન ડો. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનના સ્થાપક આદરણીય પ્રતુલભાઈ શ્રોફના હસ્તે કરવામાં આવ્યું.

સૌના શુભમાં સદાય નિમિત્ત બનીએ તેવી શુભભાવના...

સપના કોઈ બતાવે, એ તમારું નસીબ છે, પણ સપના સાકાર કરવા માટેપગલાં તમારાં જ હોવા જોઈએ. અને એ જ સાચો સ્વાવલંબી છે.

No comments:

Post a Comment