Sunday, 9 November 2025

The Boy Who Failed Class 10 and Became a Leader of Teachers

Imagine a familiar story.

A student fails in Standard 10.
The family’s finances collapse.
Education ends.
A long, exhausting factory job becomes the only path.

For most, this is where courage dies.
Life shrinks into repetitive shifts and silent resignation.

Ravindrabhai’s story did not follow that script.

He belonged to Samarpada village in Narmada district. Hardship shaped his life early. He lost his father while still young. His mother remarried. His maternal grandparents raised him with limited means. Higher education was never an option. When he failed in Standard 10, it felt like his future had been erased.

Believing his education was over, he moved to Surat and worked in a textile factory. Twelve-hour shifts. Daily exhaustion. Earnings barely enough to survive.

Yet inside those factory walls, something shifted.
The heat, the noise, the relentless labour taught him what education could change.
The struggle became a catalyst.
He began studying again. Ten hours a day. After twelve hours of factory work.

And then, the breakthrough.
He appeared for Standard 10 again and passed.
Not by chance, but by discipline strong enough to shift the direction of his life.

He advanced without hesitation.
While in Standard 11, he learned tailoring from his uncle to cover his expenses.
In this period, an unexpected dream formed:
the dream of becoming a teacher.
A boy once labeled a failure in Standard 10 now aimed to teach others.

After completing his graduation, Ravindrabhai joined Dr. K. R. Shroff Foundation as a teacher. He served at the primary school in Ghodi village. The subjects he once struggled with—Maths and English—he intentionally mastered so he could teach them with confidence and clarity. His commitment showed in every lesson he delivered.

After four years of rigorous and consistent work, his performance became so polished that he was promoted to Team Leader.

Today, Ravindrabhai manages teacher shortages across 16 schools, guides new teachers, and conducts ongoing training for them. The boy who once failed in Standard 10 now strengthens the academic foundation of entire villages.

His grandparents in Samarpada stand proud.
His entire family stands proud.
His journey stands as evidence that persistence can rebuild a destiny from nothing.

Ravindrabhai’s life demonstrates one principle with precision:
circumstances may block the road, but resolve carves a new one.

ચાલો, એક ક્ષણ માટે કલ્પના કરીએ. કોઈ વ્યક્તિ ધોરણ ૧૦માં નાપાસ થાય છે. આર્થિક પરિસ્થિતિ એવી કે ભણતર છોડીને પેટિયું રળવા ફેક્ટરીમાં જવું પડે. આવી સ્થિતિમાં શું થાય? મોટાભાગના લોકો હિંમત હારી જાય, કિસ્મતને કોસે, અને કદાચ આખી જિંદગી એ જ “ફેક્ટરી લાઈફ”માં ગુજારી દે. પણ, રવિન્દ્રભાઈનું જીવન કંઈક અલગ જ બન્યું.

નર્મદાના સામરપાડા ગામના રવિન્દ્રભાઈ, નાનપણથી જ કસોટીઓનો સામનો કરતા આવ્યા હતા. પિતાની છત્રછાયા નાની ઉંમરે ગુમાવી, માતાના બીજા લગ્ન થયા, અને તેઓ નાના-નાનીના આશ્રયે રહ્યા. ગરીબી એવી હતી કે ઉચ્ચ શિક્ષણ મેળવવું તેમના માટે શક્ય નહોતું. ધોરણ ૧૦માં નાપાસ થયા, ત્યારે તો જાણે ભવિષ્ય પર એક મોટો પ્રશ્નાર્થ લાગી ગયો. “બસ, આટલું ભણ્યા એ બહુ થયું” એમ માનીને તેઓ સુરતની કાપડ ફેક્ટરીમાં ૧૨-૧૨ કલાકની સખત મજૂરી કરવા લાગ્યા. હાથમાં આવતા પૈસા માંડ ગુજરાન ચલાવી શકે એટલા હતા.

પણ, આ ફેક્ટરીની ભઠ્ઠીમાં જ રવિન્દ્રભાઈના મનમાં એક નવી જાગૃતિ આવી. આ સખત મજૂરીએ તેમને ભણતરનું સાચું મૂલ્ય સમજાવ્યું. બાર કલાકની પીડાએ તેમને દસ કલાક વાંચવા માટે પ્રેર્યા. અને ખરેખર, એક ચમત્કાર થયો! ફેક્ટરીનું કામ ચાલુ રાખીને તેમણે ફરી વાંચવાનું શરૂ કર્યું અને અદભુત દ્રઢ નિશ્ચય સાથે ધોરણ ૧૦ પાસ કર્યું! આ કોઈ નાની સિદ્ધિ નહોતી, આ તો એક હિંમતભર્યો છલાંગ હતી જેણે તેમના જીવનના માર્ગો ખોલી નાખ્યા.

પછી તો રવિન્દ્રભાઈએ પાછું વાળીને જોયું જ નથી. ધોરણ ૧૧ ભણતી વખતે જ, પોતાના મામા પાસેથી સિલાઈ કામ શીખી લીધું, જેથી પોતાનો ખર્ચ જાતે કાઢી શકે. અને આ જ અરસામાં, તેમના મનમાં એક સપનું રોપાયું. શિક્ષક બનવાનું! વિચારી જુઓ, એક એવા યુવાન જે ધોરણ ૧૦માં નાપાસ થયા હતા, તે શિક્ષક બનવાનું સપનું જુએ છે!

સ્નાતક થયા પછી, રવિન્દ્રભાઈ ડો. કે.આર. શ્રોફ ફાઉન્ડેશનમાં શિક્ષક તરીકે જોડાયા. ઘોડી ગામની પ્રાથમિક શાળાના બાળકોને તેમણે એવી ખંતથી ભણાવ્યા કે વાત ન પૂછો! આશ્ચર્યની વાત તો એ કે, ગણિત અને અંગ્રેજી જેવા વિષયો જે તેમને પહેલાં બહુ ફાવતા નહોતા, તેમાં પણ બાળકોને ભણાવવા માટે પોતે પાવરધા બન્યા. ચાર વર્ષ બાળકોને ભણાવીને તેમનું કામ એટલું નીખર્યું કે તેમને ટીમલીડર તરીકે બઢતી મળી!

આજે, આ જ રવિન્દ્રભાઈ ડો. કે.આર. શ્રોફ ફાઉન્ડેશનની ૧૬ શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવાનું, નવા શિક્ષકોને માર્ગદર્શન આપવાનું, અને તેમને સતત તાલીમ આપવાનું મહત્ત્વનું કાર્ય સંભાળે છે.

ધોરણ ૧૦માં નાપાસ થયેલા રવિન્દ્રભાઈએ પોતાની અતૂટ ધગશ અને મહેનતથી આટલી ઊંચી પદવી પ્રાપ્ત કરી છે. નર્મદા જિલ્લાના સામરપાડાના નાના, મામા અને આખો પરિવાર આજે રવિન્દ્રભાઈ પર ગર્વ અનુભવે છે. રવિન્દ્રભાઈની આ પ્રેરણાદાયક ગાથા આપણને શીખવે છે કે સંજોગો ગમે તેટલા પ્રતિકૂળ હોય, જો દ્રઢ નિશ્ચય અને સખત મહેનત હોય તો અશક્યને પણ શક્ય બનાવી શકાય છે. તેમનું જીવન ખરેખર ઘણા લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે.

No comments:

Post a Comment