“Trust us once and plant trees in our village — we will care for them like our own life.”
These words came from the environmentally aware Sarpanch of Kudagám in Banaskantha, Shri Dineshbhai, and from the committed villagers who accompanied him. They had come with a proposal: to transform their cremation ground into a Vriksha Mandir — a sanctuary of trees. When people carry such clarity, sensitivity, and responsibility, meaningful work becomes not only feasible but deeply fulfilling.
The challenge, however, was formidable.
The cremation ground spanned over 20 vighas, choked entirely with dense Gando Baval. The land was wild, uneven, and difficult to work with. But Dineshbhai assured us, “Don’t worry, we will fix everything.” And the village stood behind his promise.
The villagers collected substantial funds and labored for almost a month to clear and level the land. Throughout the holy month of Shravan, while the clearing of Gando Baval continued, the entire village ate their afternoon meals right there in the cremation ground. Their unity and ecological awareness were striking.
With the support of Respected Shri Pratulbhai Shroff and the Dr. K. R. Shroff Foundation, over 12,000 trees were planted in Kudagám. Two dedicated caretakers were appointed to nurture the young plantation.
Shortly afterward, a major setback occurred — the borewell used for irrigation collapsed. Anxiety surged over the survival of the newly planted saplings.
Once again, the village rose to the moment.
They gathered nearly ₹2 lakh, and the Irrigation Department contributed the remainder. A new borewell was installed. Until then, the villagers ensured not a single tree died. Their commitment to the forest was extraordinary.
For two years, Dineshbhai would call repeatedly and ask,
“Ben, when are you coming to see our Krishna Vina Gramvan?”
When we finally visited Kudagám—originally to observe the lake deepening work under the government’s Sujalam-Sufalam scheme carried out with KRSF and VSSM—we saw something unforgettable.
Right opposite the lake stood 12,000 thriving trees, swaying proudly in the wind.
The sight filled us with profound joy.
Respected Pratulbhai believes deeply in conserving water and protecting the environment for future generations. His commitment continues to inspire many.
Our gratitude goes to Dineshbhai, his tireless team, and the entire village of Kudagám.
May they remain as vigilant and committed to water and environmental stewardship as they are today.
"એક વખત ભરોસો કરીને અમારા ગામમાં વૃક્ષો વાવો, અમે જીવની જેમ એનું જતન કરીશું."
બનાસકાંઠાના કુડાગામના જાગૃત સરપંચ શ્રી દિનેશભાઈ તેમજ ગામના જાગૃત અને પર્યાવરણ પ્રેમી માણસોએ અમારી પાસે વૃક્ષમંદિર નિર્માણમાં મદદ કરવાની વાત કરવા આવ્યા ત્યારે કરી. આવા સંવેદનશીલ માણસો હોય તો કામ કરવું ગમે જ. પણ ગામની સ્મશાન ભૂમી જ્યાં વૃક્ષો વાવી ઉછેરવાના હતા એ લગભગ વીસ વિદ્યાથી વધારે જગ્યામાં માત્ર ગાંડા બાવળ ઊભેલા. જમીન પણ ઉબડ ખાબડ. દિનેશભાઈએ કહ્યું, “આ બધુ અમે ઠીક કરી દઈશું ચિંતા ન કરો.”ને એમણે સૌએ મોટુ ભંડોળ ભેગું કરી લગભગ એક મહિનો સખત કામ કરીને જમીનને ચોખ્ખી ને સરખી કરી. શ્રાવણ મહિના દરમ્યાન જ્યારે ગાંડો બાવળ કાઢવાનું કામ ચાલતુ હતું ત્યારે બપોરનું ભાથુ પણ સૌ સ્મશાનમાં જમ્યા. આવું જાગૃત ગામ. અમે લગભગ ૧૨,૦૦૦ થી વધારે વૃક્ષો અમારા આદરણીય પ્રતુલભાઈ શ્રોફ – ડો. કે.આર. શ્રોફ ફાઉન્ડેશનની મદદથી ગામમાં વાવ્યા. બે વૃક્ષમિત્રો વૃક્ષોનું જતન કરવા રાખ્યા.
વૃક્ષો વાવ્યા પછી પાણીનો બોરવેલ બગડી ગયાના સમાચાર આવ્યા. અમને ચિંતા હતી વૃક્ષોનું જતન થશે કે કેમ તેની. પણ ગામે બે લાખ જેટલો ફાળો ભેગો કર્યો ને સિંચાઈ વિભાગે બાકીના પૈસા આપ્યાને નવો બોરવેલ કર્યો. પણ આ દરમ્યાન એમણે એક પણ વૃક્ષને મરવા ન દીધું. વૃક્ષો માટે આટલી સંવેદના બહુ ઓછા લોકોમાં જોવા મળે.
દિનેશભાઈ ઘણી વખત ફોન કરીને બેન અમારા કૃષ્ણ વિણા ગ્રામવનમાં ક્યારે આવો છો એવું પુછતા તે વૃક્ષો વાવ્યાના બે વર્ષે ગ્રામવનમાં જવાનું થયું. મૂળ સરકારની સુજલામ સુફલામ યોજના તેમજ KRSF અને VSSM દ્વારા કુડાનું તળાવ ઊંડુ થઈ રહ્યું હતું તે જોવા ગયાને તળાવની સામે જ અમારુ ગ્રામવન જોયું. જેમાં ૧૨,૦૦૦ વૃક્ષો લહેરાઈ રહ્યા હતા. જોઈને આનંદીત થવાયું.
પાણી પર્યાવરણના કાર્યો ભાવી પેઢી માટે સઘન થાય એ માટે આદરણીય પ્રતુલભાઈ સક્રિય. તેમની પાસેથી અનેકો પ્રેરણા લે અને પોતાની રીતે પૃથ્વીને હરિયાળી બનાવવા મથે તેવી શુભભાવના.
દિનેશભાઈ અને એમની ટીમ તેમજ સમગ્ર કુડાગ્રામવાસીઓનો પણ ઘણો ઘણો આભાર. પાણી અને પર્યાવરણના કામો માટે આવા જ જાગૃત રહેજોની શુભેચ્છા.
No comments:
Post a Comment