Saturday, 8 November 2025

Free Training That Turns Unemployed Youth Into Employable Professionals

Educated unemployment defines the current era. In this landscape, the Dr. K. R. Shroff Foundation has created a direct, structural response. Under the leadership of Pratulbhai Shroff and Udaybhai Desai, the Foundation operates across education, environmental restoration, and youth development. For unemployed youth, this intervention has become a decisive lifeline.

To ensure that young people become employable rather than merely educated, the Foundation launched a free vocational training program in Tally and Accounting. Its defining strength is accessibility. Youth from any academic background—Arts, Commerce, or Science—can complete industry-ready training within two to two-and-a-half months. Training of this depth normally costs ₹10,000 to ₹12,000 in the private market. KRSF provides it without charging a single rupee.

The curriculum is comprehensive. It includes basic accounting, Tally Prime, GST, TDS, income tax, MS Office (Excel and Word), English communication, personality development, and email writing. After training, the Foundation assists participants with placements in CA firms, accounting offices, and manufacturing companies.

The program’s impact reaches deep into rural Gujarat. Youth from families that cannot afford expensive training have gained access to professional skills. Many participants from previous batches are now employed and have become the principal earners in their households.

KRSF intends to expand this work. Planned courses include digital marketing, graphic design, and soft skills. These initiatives form a clear pathway toward youth empowerment: free training, structured skill-building, and concrete employment outcomes.

This model produces a direct, measurable shift in the future of young people who otherwise face limited options.

English Translation:

In today’s era, where educated unemployment has become a serious challenge, the Dr. K. R. Shroff Foundation (KRSF) has taken a significant step toward empowering youth. Under the leadership of founders Pratulbhai Shroff and Udaybhai Desai, the foundation is actively working in the fields of education, environment, and youth development. For unemployed youth, this has become a true blessing.

With the goal of making youth not only educated but also employable, KRSF launched a free vocational training program in Tally and Accounting. The specialty of this program is that it prepares youth from any educational background—Arts, Commerce, or Science—with practical skills in just two to two-and-a-half months. Notably, the same training normally costs between ₹10,000 and ₹12,000 in the market, whereas KRSF provides it completely free of cost.

In this program, youth receive training in key subjects such as basic accounting, Tally Prime, GST, TDS, income tax, MS Office (Excel, Word), English communication, personality development, and email writing. After completing the training, KRSF also provides placement support in CA firms, accounting companies, and manufacturing units.

The impact of this program has reached remote regions of Gujarat. Youth from rural families—who cannot afford expensive training—have benefited immensely. Many trainees from previous batches are now successfully employed in various organizations and have become primary earners for their families.

KRSF plans to launch more such programs in the future. The foundation aims to introduce new courses such as digital marketing, graphic designing, and soft skills. This initiative is a major step toward youth empowerment, offering free training, quality education, and assured employment—thus helping create a brighter future for young people.

(Note: Any youth is eligible to participate in this course. For further details, contact the KRSF office.)

"Self-reliance is the one key that can unlock every door in life."

આજના યુગમાં જ્યાં શિક્ષિત બેરોજગારી એક વિકટ સમસ્યા બની ગઈ છે, ત્યાં ડૉ. કે.આર.શ્રોફ ફાઉન્ડેશન (KRSF) એ યુવાનોને સશક્ત બનાવવાની દિશામાં એક અગત્યનું પગલું ભર્યું છે. સંસ્થાના સ્થાપકો પ્રતુલભાઈ શ્રોફ અને ઉદયભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ ચાલતી આ સંસ્થા શિક્ષણ, પર્યાવરણ અને યુવા વિકાસના ક્ષેત્રે સક્રિયપણે કાર્યરત છે. જે બેરોજગાર યુવા ધન માટે એક વરદાન સમાન છે.

યુવાનોને માત્ર શિક્ષિત જ નહીં પણ રોજગારપાત્ર બનાવવાના ધ્યેય સાથે KRSF એ ટેલી અને એકાઉન્ટન્સીનો નિઃશુલ્ક વ્યવસાયિક તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે તે કોઈપણ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ (આર્ટસ, કોમર્સ, સાયન્સ) ધરાવતા યુવાનોને માત્ર બે-અઢી મહિનામાં પ્રાયોગિક કૌશલ્યો સાથે સજ્જ કરે છે. નોંધનીય એ છે કે બજારમાં આવી તાલીમ માટે દસ હજારથી બાર હજાર રૂપિયા ખર્ચાય છે, જ્યારે KRSF આ તાલીમ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપેછે.

આ તાલીમ કાર્યક્રમમાં યુવાનોને બેઝીક એકાઉન્ટિંગ, ટેલી પ્રાઈમ, જીએસટી, ટીડીએસ, આવક વેરો, એમએસ ઓફિસ-એક્સેલ, વર્ડ, ઇંગ્લિશ કમ્યુનીકેશન અને પર્સનાલિટી ડેવલપમેન્ટ, મેઈલ રાઇટિંગ જેવા મુખ્ય વિષયો પર તાલીમ આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ કરનાર યુવાનોને KRSF દ્વારા સીએ ફર્મ્સ, એકાઉન્ટિંગ કંપનીઓ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં પ્લેસમેન્ટની સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે.

આ કાર્યક્રમની સફળતાની અસર ગુજરાતના દૂરદરાજના વિસ્તાર સુધી પહોંચી છે. ગ્રામીણ પરિવારોના યુવાનો, જેમને ખર્ચાળ તાલીમ લેવાની ફરજ પડતી નથી, તે અગાઉના બેચના ઘણા તાલીમાર્થીઓ આજે વિવિધ સંસ્થાઓમાં સફળતાપૂર્વક કાર્યરત છે અને તેમના પરિવારોનો મુખ્ય આર્થિક આધાર બની ગયાછે.

KRSF આગામી સમયમાં આવા વધુ કાર્યક્રમો શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. સંસ્થાના ઉદ્દેશ્યોમાં ડિજિટલ માર્કેટિંગ, ગ્રાફિક ડિઝાઈનિંગ અને સોફ્ટ સ્કિલ્સ જેવા નવા કોર્સ ઉમેરવાનો સમાવેશ થાય છે. આ પ્રયાસ યુવાનોને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે નિઃશુલ્ક તાલીમ, ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને રોજગારીની ખાતરી દ્વારા યુવાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવી રહ્યો છે.

(નોંધઃ આ કોર્સમાં ભાગ લેવા માટે કોઈપણ યુવાન પાત્ર છે. વધુ વિગતો માટે KRSF ઓફિસમાં સંપર્ક કરો.)

"સ્વાવલંબન એ જીવનની એવી કુંજી છે, જે દરેક તાળું ખોલી શકે છે"

No comments:

Post a Comment